અફઘાનિસ્તાનમાં યૂક્રેનનું એક વિમાન હાઈજેક, રેસ્ક્યૂ કરવા આવેલ વિમાનને ઈરાન લઈ જવાયાનો દાવો
આ ઘટના બાદ વિમાનમાં બાકીના લોકોનું શું થયું તે અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી.
કાબુલ: યૂક્રેનનું એક વિમાન અફઘાનિસ્તાનમાં હાઇજેક થયું છે. યૂક્રેનના નાયબ વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે વિમાન હાઇજેક થયું હતું. એવો દાવો કરવામાં આવે છે કે યૂક્રેનનું વિમાન તેના લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે આવ્યું હતું. દાવો કરવામાં આવે છે કે વિમાન અપહરણ બાદ ઈરાન લઈ જવામાં આવ્યું છે.
યૂક્રેનના નાયબ વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, યૂક્રેનવાસીઓને બહાર કાઢવા માટે રવિવારે યૂક્રેનનું એક વિમાન કાબુલ પહોંચ્યું હતું. આ પછી કેટલાક સશસ્ત્ર લોકો તેને પકડીને ઈરાન લઈ ગયા. યૂક્રેનના નાયબ વિદેશ મંત્રીનું કહેવું છે કે વિમાન ચોરાઈ ગયું છે.
આ ઘટના બાદ વિમાનમાં બાકીના લોકોનું શું થયું તે અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. યૂક્રેનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું છે કે પ્લેન હાઇજેકથી બચાવ અને રાહત કાર્યમાં પણ અવરોધ આવ્યો છે.
આ ઘટના પરથી અંદાજ લગાવી શકાય છે કે કાબુલના એરપોર્ટ પર કેવા પ્રકારની અફરાતફરી છે. વિમાન હાઈજેક કરી રહ્યું હોવાના સમાચાર છે. સાથે જ આ મામલે ઈરાનના પ્રતિભાવની પણ રાહ જોવાઈ રહી છે. યૂક્રેનનું આ જહાજ ઈરાન તરફ ગયું છે કે કેમ તે અંગે માહિતી એકઠી કરવામાં આવી રહી છે.