શોધખોળ કરો
Advertisement
ભારતમાં પ્રતિબંધ બાદ હવે ટિકટોક હોંગકોંગમાં પણ થયું બંધ, જાણો શું છે કારણ
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, દેશમાં તાજેતરની ઘટનાઓને જોતાં અમે હોંગકોંગમાંથી કારોબાર બંધ કરવાનો ફેંસલો લીધો છે.
નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા તાજેતરમાં ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે બાદ ટિકટોક ભારતમાં બંધ થઈ ગયું છે પરંતુ હવે હોંગકોંગમાં પણ આ એપની સર્વિસ બંધ થવા જઈ રહી છે. ટિકટોકે તેની પુષ્ટિ કરી છે.
એએફપી ન્યૂઝ એજન્સી મુજબ, ટિકટોકે હોંગકોંગમાં ઓપરેશન બંધ કર્યુ છે. કંપનીએ આ ફેંસલો હોંગકોંગમાં ચાલી રહેલા તણાવને જોઈને લીધો છે.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, દેશમાં તાજેતરની ઘટનાઓને જોતાં અમે હોંગકોંગમાંથી કારોબાર બંધ કરવાનો ફેંસલો લીધો છે. ટિકટોક ચલાવતી વોલ્ટ ડિઝનીના કો-એક્ઝિક્યૂટિવ કેવીન વેયરે થોડા મહિના પહેલા કહ્યું હતું કે, હોંગકોંગનું બજાર તેમના માટે નાનુ છે અને નુકસાન કરનારો સોદો છે.
હોંગકોંગમાં નવા કાનૂન અંતર્ગત સોશિયલ મીડિયા કંપનીએ કેટલાક કાયદાનું પાલન કરવું પડશે. હોંગકોંગમાં નવા કાનૂનનો ઘણા વિરોધ થઈ રહ્યો છે અને તે લાગુ થયા બાદ અનેક લોકોની ધરપકડ પણ થઈ છે. આ કાનૂન અંતર્ગત સુરક્ષા એક્ટમાં જાણકારી શેર કરવા પર રોક લગાવવામાં આવી છે. જે અંતર્ગત અનેક વિદેશી એપ્લીકેશન અને વેબસાઇટ પર પ્રતિબંધ લાગી રહ્યો છે.
હોંગકોંગમાં ગત વર્ષે આ એપને 1,50,000 ડાઉનલોડ મળ્યા હતા, જ્યારે વિશ્વભરમાં તેને 2 બિલિયન ડાઉનલોડ મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement