શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાની પત્રકારનો વીડિયો જોઈને તમે પણ હસી હસીને બઠ્ઠા વળી જશો, કહ્યું - ભારત સરકારને બરબાદ કરવા પાકે છોડ્યું ‘વરસાદી નાળુ’
આ પહેલા વર્ષ 2015માં એક ફિલ્મ આવી હતી ‘બજરંગી ભાઈજાન’ તેમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ એક પત્રકારનો રોલ કર્યો હતો.
નવી દિલ્હીઃ હાલમાં સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની પત્રકારનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલ આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને પાકિસ્તાની મજાક ઉડી રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની પત્રકાર એક મોટા નાળાની નજીક ઉભો રહીને ન્યૂઝ બાઈટ આપી રહ્યો છે. પાછળથી નાળામાંથી ગંદુ પાણી વહે છે. પત્રકાર ખુદને સંભાળતા પથ્થર પર બેસી જાય છે. દાવો કરે છે કે પાકિસ્તાને આ પાણી છોડ્યું છે, જે મોદી સરકારને બર્બાદ કરવા માટે છે.
‘ભારતે પાકિસ્તાનમાં પાણી છોડ્યુ જેના કારણે પાકિસ્તાનના લોકોને મુશ્કેલી થઈ. પરંતુ હવે પાકિસ્તાનનું વરસાદી નાળુ પણ ઈન્ડિયામાં તબાહી મચાવવા માટે તૈયાર થઈ ગયું. નાના મોટા વરસાદી નાળા છોડવામાં આવ્યા છે તમે મારી પાછળ જોઈ શકો છો કે એક વરસાદી નાળુ ખૂબ જ જોશમાં જઈ રહ્યું છે ભારતને તબાહ કરવા માટે. વરસાદી નાળુ ખુબ મોટુ છે. મોદીની હુકુમતને સબક સિખવાડવા માટે આપણું વરસાદ નાળું જ કાફી છે. ભારતને પાણી છોડ્યું હતું, હવે આપણે તેમને બતાવીશું કે પાકિસ્તાન જો એક વરસાદી નાણુ પણ છોડી ડે તો ભારતની ખેર નહીં રહે. આ મોદી સરકારની હુકુમતને પાડવા માટે અને દિલ્હીની સરકારને તાણી જવા માટે જઈ રહ્યું છે.’ આ પહેલા વર્ષ 2015માં એક ફિલ્મ આવી હતી ‘બજરંગી ભાઈજાન’ તેમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ એક પત્રકારનો રોલ કર્યો હતો. નામ હતું ‘ચાંદ નવાબ’. ઈદ સેલિબ્રેટ કરવા જઈ રહેલા લોકો પર આ પત્રકારને એક બાઈટ આપવાની હતી, જે આપવામાં તેણે ઘણી વખત ટેક-રીટેક આપ્યા હતા. ફિલ્મમાં સિદ્દીકીનું આ કેરેક્ટર પાકિસ્તાનના એક અસલી પત્રકાર પર ઈન્સ્પાયર્ડ હતું.Abhi tak Delhi pahuncha nhi Pakistan ka Barsaati nallah 😂😂😂😂 pic.twitter.com/gRBzC0T5Jy
— Rosy (@rose_k01) August 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement