અદભૂત વીડિયોઃ રૉલરકૉસ્ટર રાઇડ ઉંચે ગઇ ને અચાનક લાઇટ જતી રહી, લોકો બે કલાક સુધી ઊંધા લટકી રહ્યાં ને પછી.........
ચોંકાવનારી વાત એ છે કે, કેટલાક લોકો મોડી રાત સુધી રાઇડની ચેરમાં ઉલ્ટા લટકેલા રહ્યાં. મળેલી જાણકારી અનુસાર, રાઇડ દરમિયાન અચાનક લાઇટ જતી રહી, જેનાથી લોકોને ખુબ મોડે સુધી રાઇડમાં ફસાઇ રહેવુ પડ્યુ.
Riders Trapped on Rollercoaster: રૉલરકૉસ્ટરનો (Rollercoster) આનંદ કદાજ જ કોઇ લેવા ના માંગતુ હોય. પરંતુ શું થાય જ્યારે તમે આ રાઇડનો આનંદ લઇ રહ્યાં છો અને વચ્ચે પહોંચ્યા પછી અચાનક કોઇ કારણવશ લાઇટ જતી રહે, ખરેખરમાં, જાપાનમાં એક થીમ પાર્કમાં એક કલાકથી વધુ સમય સુધી 35 લોકોનો રૉલરકૉસ્ટર રાઇડમાં ફસાઇ રહેવાનો મામલો સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, કેટલાક લોકો મોડી રાત સુધી રાઇડની ચેરમાં ઉલ્ટા લટકેલા રહ્યાં. મળેલી જાણકારી અનુસાર, રાઇડ દરમિયાન અચાનક લાઇટ જતી રહી, જેનાથી લોકોને ખુબ મોડે સુધી રાઇડમાં ફસાઇ રહેવુ પડ્યુ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે જાપાનના ઓસાકાની યૂનિવર્સલ સ્ટુડિયોમાં અચાનક બ્લેક આઉટ થવાના કારણે બધુ રોકાઇ ગયુ. આ દરમિયાન કેટલાક લોકો રૉલરકૉસ્ટરની મજા લેવા પહોંચ્યા હતા. રિપોર્ટ અનુસાર આ લોકો 12.45 વાગે ત્યારે ફસાઇ ગયા હતા જ્યારે પાર્કમાં લાઇટ જતી રહી હતી. જોકે, લાઇટ આવ્યા બાદ પણ કેટલાક લોકો ત્યાં ફસાયેલા રહ્યાં હતા. આ પછી બપોરે 3 વાગ્યા સુધી ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઇમર્જન્સી સીડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો, અને નીચે ઉતારવામાં આવ્યા. આ વીડિયોને UAE BARQના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે. જુઓ.......
A total of 35 people were stranded on a roller coaster at Universal Studios #Japan in #Osaka after a power outage caused the ride to stop.#UAE_BARQ_EN pic.twitter.com/sjxUfgBJad
— UAE BARQ (@UAE_BARQ_EN) October 22, 2021
પાવર સપ્લાય બાદ થીમ પાર્ક શરૂ થવામાં લાગે છે સમય-
રિપોર્ટ્સ અનુસાર, વિસ્તારમાં પાવરના સપ્લાય તો જલદી થઇ ગયો હતો, પરંતુ થીમ પાર્કને ફરીથી શરૂ થવામાં કેટલાક કલાકનો સમય લાગી જાય છે, જેના કારણે લોકોને થોડી વધુ વાર સુધી ઇન્તજાર કરવો પડ્યો. કંસાઇ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ઇન્ક અનુસાર, બ્લેકઆઉટે બે વિસ્તારોમાં મેક્સિમમ 3,200 ગ્રાહકોને ખરાબ રીતે પ્રભાવિત કર્યા. આ થીમ પાર્ક કોનોહાના વૉર્ડમાં સ્થિત છે.