USA Kidnap : ભારતીય મૂળના પરિવારના 4 લોકોનું અમેરિકામાં અપહરણ, કાર સળગેલી હાલતમાં મળી આવી
ભારતીય મૂળના પરિવારના ચાર લોકોનું અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણ કરાયું છે. જેમાં એક 8 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ પંજાબના હોશિયારપુરનો રહેવાસી છે.
USA Kidnap : ભારતીય મૂળના પરિવારના ચાર લોકોનું અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણ કરાયું છે. જેમાં એક 8 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ પંજાબના હોશિયારપુરનો રહેવાસી છે. તેમના સંબંધીનું કહેવું છે. તેમની ઓફિસથી 20થી 25 કિ.મી. દૂર કાર સળગેલી હાલતમાં મળી આવી છે. તેમના મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. જોકે, હજુ સુધી ખંડણી માટે કોઈ કોલ આવ્યો નથી.
An Indian-origin family of four, incl an 8-month-old child, kidnapped in California, US
— ANI (@ANI) October 5, 2022
"Their car was found burnt 20-25 km away from their office. Their mobile phones have been found. Till now, no call for ransom received," says one of their relative in Hoshiarpur, Punjab pic.twitter.com/6tXQS9ZBWi
Surat Crime : યુવકના માથામાં ચપ્પુના ઘા મારી હત્યા, બે યુવતી સહિત 4ને પોલીસે ઝડપી હાથ ધરી પૂછપરછ
Surat Crime : સુરતના પુના વિસ્તારમાં આઈમાતા ચોકડી પાસે યુવકની હત્યા કરીને લાશ મૂકી જવાના કિસ્સામાં મોટો ખુલાસો થયો છે. યુવકના માથામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા પછી આરોપીએ યુવકની લાશ પુના વિસ્તારમાં પીકઅપ વાનમાં મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીને આધારે 2 મહિલા અને 2 પુરુષની અટકાયત કરી લીધી છે અને તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. પૂછપરછ પછી હત્યા મામલે વધુ ખુલાસા થઈ શકે છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, મહિપાલ આહીર નામના યુવકને માથામાં ચપ્પુના ઘા મારીને હત્યા કર્યા પછી પીકઅપ વાનમાં બે યુવતી સહિત ચાર શખ્સો સુરતના પુના વિસ્તારના આઇમાતા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ રેસ્ટોરન્ટ પાસે પીકઅપ વાનમાં મૃતદેહ લાવી રસ્તા પર છોડી સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પુના પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ શરૂ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા.
પુણા પોલીસે મહિપાલ આહીરની લાશ મૂકી ફરાર મામલામા અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. સીસીટીવીમાં દેખાતા 4 જણાની અટકાયત કરી છે. હત્યા શેના માટે કરી કયા કારણો સર કરી તે જાણવા આરોપીની પૂછતાછ શરૂ કરી છે. મૃત નું નામ મહિપાલ આહીર છે. ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટીનો રહેવાસી છે અને રીક્ષા ચલાવતો હતો.