Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Buddhism: બૌદ્ધ ધર્મને પ્રાચીન ભારતીય ધર્મ માનવામાં આવે છે, જે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. ચાલો જાણીએ બૌદ્ધ ધર્મના મૂળ મંત્ર અને તેના પાંચ સિદ્ધાંતો, જેને પંચશીલ ઉપદેશ પણ કહેવામાં આવે છે.
Buddhism: ભારત અને દેશ- દુનિયામાં વિવિધ ધર્મના લોકો વસે છે, જેમાંથી બૌદ્ધ ધર્મ પણ એક છે. બૌદ્ધ ધર્મ એ પ્રાચીન ભારતીય ધર્મ છે. તેની સ્થાપના લગભગ 2600 વર્ષ પહેલા મહાત્મા બુદ્ધ (Gautam Buddha) દ્વારા કરવામાં આવી હતી. બૌદ્ધ ધર્મને વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે.
બૌદ્ધ ધર્મના લોકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ દેશો જેમ કે ચીન, કોરિયા, જાપાન, શ્રીલંકા વગેરેમાં પણ વસે છે. ત્રિપિટક (Tripitaka)પુસ્તકમાં બૌદ્ધ ધર્મનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
જ્યારે બૌદ્ધ ધર્મની સ્થાપના મહાત્મા બુદ્ધ દ્વારા કરવામાં આવી હતી, તે માત્ર એક દાર્શનિક પ્રસ્થાન હતું, જે ધીમે ધીમે ધર્મમાં પરિવર્તિત થયું હતું. હાલમાં મોટી સંખ્યામાં લોકો બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે પંચશીલ સિદ્ધાંતોનું પાલન કરવું જરૂરી છે, કારણ કે બુદ્ધે તેમના અનુયાયીઓને જીવન જીવવા માટે પંચશીલ સિદ્ધાંતોનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો હતો. તે બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર પણ છે.
પંચશીલ સિદ્ધાંત શું છે
પંચશીલ સિદ્ધાંતો મહાત્મા બુદ્ધના પાંચ સિદ્ધાંતો છે. તેમાં ગૌતમ બુદ્ધ દ્વારા માનવામાં આવેલા પાંચ ગુણો છે, જે માણસને સંયમિત અને નૈતિક જીવન જીવવાનો સંદેશ આપે છે. મહાત્મા બુદ્ધે પંચશીલ સિદ્ધાંતના સિદ્ધાંતો પાલી ભાષામાં આપ્યા હતા. જે ગુજરાતીમાં નીચે મુજબ છે-
બુદ્ધના પાંચ સિદ્ધાંતો (Panchsheel principles in gujarati)
પાલી ભાષા-: પાણાતિપાતા વેરમણી-શીખાપદં સમાદયામી.
ગુજરાતી અર્થ: પ્રાણીઓની હિંસાથી દૂર રહેવું.
પાલી ભાષા-: અદિન્નાદાના વેરમણી- સિક્કાપદમ સમાદયામિ.
ગુજરાતીમાં અર્થ: ચોરી કરવી અથવા જે આપવામાં આવ્યું નથી તેનાથી દૂર રહેવું.
પાલી ભાષા-: કામેસુ મિચ્છાચારા વેરમણી- સિક્ખાપદં સમાદયમિ
ગુજરાતીમાં અર્થ: જાતીય ગેરવર્તન અથવા વ્યભિચારથી દૂર રહેવું.
પાલી ભાષા-: મુસાવાદા વેરમણી- સિક્કાપદમ સમાદયમિ.
ગુજરાતીમાં અર્થ: જૂઠું બોલવાથી દૂર રહેવું.
પાલી ભાષા-: સુરા-મેરયા-મજ્જ-પમાદઠ્ઠાના વેરમણી- સિક્ખાપદં સમાદયમિ.
ગુજરાતીમાં અર્થ: માદક પદાર્થોથી દૂર રહેવું
બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે?
જેઓ બૌદ્ધ ધર્મને જાણે છે તેમના માટે, “બુદ્ધ શરણમ્ ગચ્છામિ” એ મૂળ મંત્ર છે. આ મંત્ર બૌદ્ધ ધર્મની મૂળ ભાવનાને બતાવવા ત્રણ શબ્દોમાં મહાત્મા બુદ્ધની શરણમાં જવાનો અર્થ છે કે, 'હું બુદ્ધની શરણ લઉ છું' તેની બીજી બે પંક્તિઓ “સંઘં શરણં ગચ્છામી” અને “ધમ્મં શરણં ગચ્છામી” પણ છે.
આ પણ વાંચોઃ
Dehydration: ફક્ત ગરમીમાં જ નહીં, શિયાળામાં પણ થઇ શકે છે ડિહાઇડ્રેશન, આ લક્ષણોથી ઓળખો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.