શોધખોળ કરો

Champions Trophy: 'તકલીફ શું છે...' પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જવાને લઈને તેજસ્વી યાદવનું મોટું નિવેદન

ICC Champions Trophy 2025: તેજસ્વી યાદવે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જવા અંગે નિવેદન જારી કર્યું છે. જાણો તેમણે અહીં શું કહ્યું?

Tejaswi Yadav on Champions Trophy 2025: ભારત સરકારનું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે તે તેની ક્રિકેટ ટીમને પાકિસ્તાન નહીં મોકલે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં BCCI અને PCB સામસામે આવી જતાં વાતાવરણ ગરમાયું છે. આ જ કારણ છે કે અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. આ દરમિયાન આરજેડી નેતા તેજસ્વી યાદવે ભારત સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવામાં શું વાંધો છે. તેમનું કહેવું છે કે રાજકારણને રમતગમતથી દૂર રાખવું જોઈએ.

ANI અનુસાર, તેજસ્વી યાદવે કહ્યું, "રાજનીતિને રમત સાથે જોડવી એ સારી વાત નથી. શું દરેક વ્યક્તિ ઓલિમ્પિકમાં ભાગ નથી લેતો? તો પછી ભારતીય ટીમે પાકિસ્તાન કેમ ન જવું જોઈએ? જો વડાપ્રધાન મોદી ત્યાં બિરયાની ખાવા જાય તો તેસારું છે, પણ ભારતીય ક્રિકેટ ટીમ માટે ત્યાં જવું શા માટે સારું નથી?" તેજસ્વી યાદવ જે બિરયાનીની ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા છે તે વર્ષ 2015ની છે જ્યારે પીએમ મોદી પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા.

2008માં મુંબઈ આતંકવાદી હુમલા બાદ ભારતીય ટીમે ક્રિકેટ રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. તે જ સમયે, 2012-2013 પછી બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. તે પછી ભારત અને પાકિસ્તાન માત્ર ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ આમને-સામને આવ્યા છે. તમને જણાવી દઈએ કે BCCIના ઉપાધ્યક્ષ અને દિગ્ગજ નેતા રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતના વિદેશ પ્રવાસ માટે ભારત સરકારના નિર્ણયને સંપૂર્ણ રીતે માન્યતા આપશે.

ચેમ્પિયન્સ ટ્રોફી ક્યાં યોજાશે, ક્યારે શરૂ થશે અને તેના માટે હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવશે કે નહીં? આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ICCએ 29 નવેમ્બરે બોર્ડની બેઠક બોલાવી છે. સંભવતઃ ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ પણ ટૂંક સમયમાં ફાઈનલ થઈ શકે છે.

શું ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિના રમાશે?

આઈસીસીની બેઠકમાં ત્રણ વિકલ્પો પર વિચાર કરવામાં આવશે, માનવામાં આવે છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે આમાંથી એક વિકલ્પ પર વિચાર કરવામાં આવશે. પહેલો વિકલ્પ એ છે કે ટુનામેન્ટ હાઇબ્રિડ મોડલ પર યોજાવી જોઇએ. ટીમ ઈન્ડિયા સિવાયની તમામ મેચો માત્ર પાકિસ્તાનમાં જ રમાશે. બીજો વિકલ્પ એ છે કે ટૂનામેન્ટ સંપૂર્ણપણે પાકિસ્તાનની બહાર રમાશે અને યજમાન અધિકાર PCB પાસે રહેશે. છેલ્લો વિકલ્પ એ છે કે આ સમગ્ર ટુનામેન્ટ પાકિસ્તાનમાં રમાશે, પરંતુ ભારત તેમાં રમશે નહીં. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ત્રીજા વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. એટલે કે તે ભારત વિના આ ટૂર્નામેન્ટ યોજવા તૈયાર છે.

PCB હાઇબ્રિડ મોડલ માટે તૈયાર નથી

પીટીઆઈના અહેવાલ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને જાણ કરી છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલને સ્વીકારશે નહીં. PCBએ બોર્ડની બેઠકમાં વિકલ્પ પર ચર્ચા ન કરવા પણ કહ્યું છે. એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, 'હું પુષ્ટી કરી શકું છું કે પીસીબીએ થોડા કલાકો પહેલા આઈસીસીને કહ્યું હતું કે ટૂર્નામેન્ટનું હાઇબ્રિડ મોડલ સ્વીકાર્ય નથી.'

આ પણ વાંચો..

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget