શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લંડનમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ, ભારતીય દૂતાવાસ બહાર પ્રદર્શન
પશ્વિમ બંગાળ, આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે
લંડનઃ નાગરિકતા સંશોધન કાયદા પર દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. પશ્વિમ બંગાળ, આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે. વિદેશમાં પણ હવે આ કાયદાને લઇને વિરોધ પ્રદર્શન થવા લાગ્યા છે.
લંડનમાં ભારતીય દૂતાવાસ બહાર આસામ મૂળના લોકોએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરતા નારેબાજી કરી હતી. પ્રદર્શનકારીઓએ કહ્યું કે, આ ધર્મમાં ભાગલા પાડનાર અને ધાર્મિક ભેદભાવ પર આધારિત છે. અમે અમારા આસામના પરિવાર સાથે એકતાથી ઉભા છીએ. અમે ઇચ્છીએ છીએ કે અમારો અવાજ સાંભળવવામાં આવે.
પ્રદર્શકારીઓએ કહ્યું કે, નવા કાયદાથી આસામની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થા બંન્ને ખતરામાં છે. અમે કોઇ રેફ્યુઝી કાયદો ઇચ્છતા નથી. અર્થવ્યવસ્થા રેફ્યુજીઓને સંભાવવા લાયક નથી. આ કાયદાનો આધાર ધાર્મિક છે. હાલમાં આસામમાં રહેતા અમારા પરિવાર સાથે વાતચીત થઇ શકતી નથી કારણ કે ફોન સેવા ઠપ્પ છે.સ હોસ્પિટલોની સ્થિતિ ખરાબ છે. નોંધનીય છે કે હાલમાં અમેરિકા, બ્રિટન, ઇઝરાયલ, કેનેડા અને સિંગાપોર સહિત દેશોએ પોતાના નાગરિકોને ભારતમાં પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસ દરમિયાન સાવધાની રાખવાની વાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સુરત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion