શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ક્રિસ્ટીના કૉચ બની સૌથી લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેનારી મહિલા, 328 દિવસ બાદ આજે પરત ફરશે
ક્રિસ્ટિના કૉચની સાથે યુરોપિયન અંતરિક્ષ એજન્સીની અંતરિક્ષ યાત્રી લૂકા પરમિતાનો અને રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્ઝેન્ડર સ્ક્વૉત્સરેવ પણ આજે ધરતી પર પરત ફરશે
![ક્રિસ્ટીના કૉચ બની સૌથી લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેનારી મહિલા, 328 દિવસ બાદ આજે પરત ફરશે astronaut christina koch made record of spent 328 days in space ક્રિસ્ટીના કૉચ બની સૌથી લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેનારી મહિલા, 328 દિવસ બાદ આજે પરત ફરશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/06161154/christina-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વૉશિંગટનઃ અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી રહેનારી મહિલાનો રેકોર્ડ પોતાના નામે કરનારી અમેરિકન અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટીના કૉચ આજે ધરતી પર પરત ફરશે. કૉચ 328 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં રહેવા અને જુદાજુદા વૈજ્ઞાનિક પ્રયોગો અને મિશનને અંજામ આપ્યા બાદ ધરતી પર પરત ફરી રહી છે. આ પહેલા કોઇપણ મહિલા અંતરિક્ષ યાત્રી આટલો લાંબો સમય મિશન પર નથી ગઇ.
આ પહેલા આ રેકોર્ડ અમેરિકન અંતરિક્ષ યાત્રી પેગી વિટસનના નામે હતો, જે 2016-17 દરમિયાન સ્ટેશન કમાન્ડર તરીકે 288 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મિશનથી વૈજ્ઞાનિકોના ભવિષ્યના ચંદ્ર તથા મંગળ મિશનો માટે મહત્વપૂર્ણ ડેટા મળ્યો છે.
ક્રિસ્ટિના કૉચની સાથે યુરોપિયન અંતરિક્ષ એજન્સીની અંતરિક્ષ યાત્રી લૂકા પરમિતાનો અને રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્ઝેન્ડર સ્ક્વૉત્સરેવ પણ આજે ધરતી પર પરત ફરશે.
આ કૉચનુ પ્રથમ અંતરિક્ષ મિશન હતુ, પોતાના પહેલા જ મિશનમાં તે સતત લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેનારી અમેરિકન અંતરિક્ષ યાત્રીઓના લિસ્ટમાં સ્કૉટ કેલી બાદ બીજા નંબર પર પહોંચી ગઇ છે, જે 340 દિવસ સુધી સતત અંતરિક્ષમાં રહી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)