શોધખોળ કરો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે આવકના આ 12 સ્ત્રોતો પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ યર 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે આવકના આ 12 સ્ત્રોતો પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ વિશે જાણો. નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ યર 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. તમે 31 જુલાઈ, 2024 સુધી પેનલ્ટી વિના ITR ફાઇલ કરી શકો છો.
2/7

આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કરદાતાઓએ આવકના ઘણા સ્ત્રોતો પર ટેક્સ ચૂકવવો પડે છે. આવકના ઘણા સ્ત્રોત પણ કરમુક્ત છે. જો તમે આ 12 સ્ત્રોતો દ્વારા કમાણી કરી છે તો તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.
3/7

ભારતમાં ખેતી દ્વારા મળેલી આવક પર કોઈ ટેક્સ ભરવાનો નથી. NRE એકાઉન્ટ પર મળતા વ્યાજ પર કોઈ ટેક્સ નથી. કરદાતાઓએ ગ્રેચ્યુઇટીની રકમ (રૂ. 20 લાખ) પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
4/7

કેટલાક કેપિટલ ગેન્સ જેવા અર્બન એગ્રીકલ્ચર લેન્ડના બદલામાં મળનારા વળતર પર તમારે કોઈ કર ચૂકવવો પડશે નહીં. પાર્ટનરશીપ ફર્મ પર થનારા પ્રોફિટ પર પણ કોઈ કર ચૂકવવાપાત્ર નથી.
5/7

તમારે સરકારી અથવા ખાનગી શાળાઓ અને કોલેજોમાંથી મળેલી શિષ્યવૃત્તિ પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પીએફની રકમ પણ ટેક્સના દાયરાની બહાર રાખવામાં આવી છે.
6/7

લીવ એન્કેશમેન્ટને આંશિક રીતે ટેક્સની જાળમાંથી બહાર રાખવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓ 10 મહિના સુધીની રજા રોકડ પર કર મુક્તિનો લાભ મેળવી શકે છે. જ્યારે ખાનગી કર્મચારીઓ માટે આ મર્યાદા 25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
7/7

15,000 રૂપિયાથી ઓછા ફેમિલી પેન્શન પર પણ કોઈ ટેક્સ ભરવાનો નથી. સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે 5 લાખ રૂપિયાની રકમ પર કોઈ ટેક્સ નથી. વિદેશથી મળેલા વળતર અને વીમા કંપની પાસેથી મળેલી પાકતી રકમ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
Published at : 07 Jul 2024 09:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
