શોધખોળ કરો
Advertisement
બલુચિસ્તાનના ક્વેટામાં મસ્જિદમાં વિસ્ફોટ, 15 લોકોના મોત
બલુચિસ્તાનના મુખ્યમંત્રીએ આ ઘટનાની નિંદા કરતા દુખ વ્યક્ત કર્યું છે અને પોલીસને તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.
બલુચિસ્તાન: બલુચિસ્તાનના શહેર ક્વેટાના ગૌસાબાદ વિસ્તારમાં એક મસ્જિદમાં એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં એક પોલીસ અધિકારી સહિત 15 લોકોના મોત થયા છે. જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે.
બલુચિસ્તાનના આઈજી પોલીસ અમઝદ બટ્ટે જણાવ્યું કે મગરિબની નમાઝ બાદ મસ્જિદમાં આ વિસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળ પર બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. રેસ્ક્યૂ ટીમે ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડ્યા છે. ઘટનાની તપાસ ચાલી રહી છે.
બલુચિસ્તાનના મુખ્યમંત્રીએ આ ઘટનાની નિંદા કરતા દુખ વ્યક્ત કર્યું છે અને પોલીસને તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. બલુચિસ્તાનનાા ગૃહમંત્રીએ જિયા લેંગોવે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે આતંકવાદી પાકિસ્તાનના વિકાસથી ડરી ગયા છે. તેમણે કહ્યું બાહ્ય અને આંતરીક દુશ્મન દેશમાં ભય અને અશાંતિ ફેલાવવાના અસફળ પ્રયાસ કરી રહ્યાં છે. અત્યાર સુધી આ હુમલા અંગે કોઈ સંગઠને જવાબદારી લીધીં નથી.#UPDATE Balochistan: Ten persons, including a police officer, killed in a blast inside a mosque in Quetta today. #Pakistan https://t.co/0HwEUJLTMP pic.twitter.com/dsoDAwSmK0
— ANI (@ANI) January 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement