શોધખોળ કરો
Advertisement
બાંગ્લાદેશે ભારતની સરહદ પર મોબાઈલ સેવા કરી બંધ, એક કરોડ લોકો થશે પ્રભાવિત
નાગરિકતા સંશોધન એક્ટ પાસ થયા બાદ બાંગ્લાદેશી સરકારે ટેલિકમ્યૂનિકેશન ઓપરેટરોને આ આદેશ આપ્યો છે.
નવી દિલ્હી: બાંગ્લાદેશ સરકારે સુરક્ષાના કારણોથી ભારતની સરહદ પર મોબાઈલ નેટવર્ક સેવાને બંધ કરી દીધી છે. પ્રાપ્ત જાણકારી મુજબ, નેટવર્ક સેવા બંધ કરવાથી એક કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે.
નોંધનીય છે કે, ભારતે તાજેતરમાંજ નાગરિકતા સંશોધન એક્ટ પાસ કર્યો છે, તેના બાદ બાંગ્લાદેશી સરકારે ટેલિકમ્યૂનિકેશન ઓપરેટરોને આ આદેશ આપ્યો છે. ઑપરેટરોએ ભારતીય સરહદની એક કિલોમીટરના અંતરમાં નેટવર્ક બંધ કરી દીધાં છે.
બાંગ્લાદેશ ટેલિકમ્યૂનિકેશન રેગ્યુલેટરી કમિશન(બીટીઆરસી)એ ગ્રામીણફોન, ટેલીટૉક, રોબી અને બાંગ્લાલિંકને રવિવારે આ મામલે નિર્દેશ આપ્યા હતા. તેના પ્રમાણે આગામી સૂચના મળે ત્યાં સુધી સરહદપરના વિસ્તારમાં નેટવર્ક સેવા બંધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતાં દેશની સુરક્ષા માટે આ જરૂરી છે.
બીટીઆરસીના એક અધિકારી અનુસાર આ નેટવર્ક બંધ કરવાના આદેશ બાદ 32 જિલ્લમાં એક કરોડ લોકો પ્રભાવિત થશે. આ લોકો ભારત અને મ્યાનમાર સીમા પાસે રહે છે.
2019માં જમ્મુ-કાશ્મીરમાં કેટલા આતંકી થયા ઠાર ? કેટલાએ કર્યુ સરન્ડર, જાણો વિગત
દેશના 28માં આર્મી ચીફ બન્યા મનોજ મુકુંદ નરવાણે, જનરલ બિપિન રાવતે સોંપી કમાન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion