શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બરાક ઓબામાએ જાહેર કર્યુ પસંદગીના ગીતોનું લિસ્ટ, એક ભારતીય સિંગર પણ સામેલ, નામ જાણીને ચોંકી જશો
પ્રતીક કુહાડના જે ગીતને ઓબામાએ પસંદ કર્યુ છે તે આલ્બમ કોલ્ડ મેસમાંથી લેવામાં આવ્યું છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોમવારે તેમના પસંદગીના ગીતોનું એક લિસ્ટ જાહેર કર્યુ હતું. આ લિસ્ટમાં તેમણે ભારતીય સંગીતકાર પ્રતીક કુહાડના એક ગીતને પણ સામેલ કર્યું છે. પ્રતીક કુહાડે ઓબામાના ટ્વિટને રિટ્વિટ કરીને જાણકારી આપી હતી.
ઓબામાએ 2019ના તેમના પસંદગીના ગીતોનું લિસ્ટ બનાવ્યું છે. જેમાં બેયોન્સ, લિજ્જો, નિલ નસ એક્સ, બ્રૂસ સ્પિંગ્સટીન જેવા વિશ્વના જાણીતા સિંગરોના ગીત સામેલ છે. ઓબામાએ ટ્વિટમાં લખ્યું, “હિપ હૉ થી લઈને કંટ્રી સુધી અને ધ બૉસ સુધી આ રહ્યા ચાલુ વર્ષના મારા પસંદગીના ગીત.”
ઓબામાએ લખ્યું, “જો તમારે લોંગ ડ્રાઇવ પર કંપની માટે કંઈ જોઈએ અથવા તમે ઈચ્છો કે વર્કઆઉટમાં મદદ કરનારું મ્યૂઝિક જોઈએ તો અહીંયા ટ્રેક છે.”From hip-hop to country to The Boss, here are my songs of the year. If you’re looking for something to keep you company on a long drive or help you turn up a workout, I hope there’s a track or two in here that does the trick. pic.twitter.com/mQ2VssyDwt
— Barack Obama (@BarackObama) December 30, 2019
પ્રતીક કુહાડના જે ગીતને ઓબામાએ પસંદ કર્યુ છે તે આલ્બમ કોલ્ડ મેસમાંથી લેવામાં આવ્યું છે.This just happened and I don’t think I’ll sleep tonight. Totally flipping out. I have no idea how cold/mess even reached him but thank you @barackobama, thank you universe ???? I didn’t think 2019 could’ve gotten better, but damn was I wrong. What an honour. https://t.co/zwaJFIQLmC
— Prateek Kuhad (@prateekkuhad) December 30, 2019
અમેરિકામાં મેથ્સનો અભ્યાસ કર્યા બાદ ભારત પરત ફર્યો
પ્રતીક કુહાડનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો છે. તેની બે બહેનો છે. પ્રતીકે 16 વર્ષની વયે ગિટાર વગાડવાનું શરૂ કર્યું હતું અને થોડા વર્ષો બાદ કોલેજના પ્રથમ વર્ષમાં ગીત લખવા લાગ્યો હતો. તેણે હાઇ સ્કૂલનો અભ્યાસ મહારાજા સવાઈ માન સિંહ વિદ્યાલયથી પૂરો કર્યો અને તે બાદ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી મેથ્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ મ્યૂઝિકમાં ફૂલ ટાઈમ કરિયર બનાવવા દિલ્હી ગયો હતો.
ગીત પણ લખે છે પ્રતીક
પ્રતીક ગાયકની સાથે સોંગ રાઇટર પણ છે. તેના અત્યાર સુધીમાં ચાર આલ્બમ રિલીઝ થયા છે. જેમાં બરાક ઓબામાએ જે સોંગને ફેવરિટ ગણાવ્યું તે આલબમ છે. આ સોંગના વીડિયોમાં જિમ સાર્બ અને ઝોયા હુસૈન જેવા સ્ટાર્સ નજરે પડ્યા હતા.
પ્રતીકે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે તે ગીત નથી લખતો ત્યારે સાયન્સ અને ટેકનોલોજીમાં થઈ રહેલા ઈનોવેશન્સ અંગે વાંચે છે. આ ઉપરાંત ફિક્શન અને નોન ફિક્શન પણ વાંચવાનું પંસદ છે. તેની સિવાય રનિંગ, સ્વીમિંગ અને ફિલ્મોનો શોખ છે. પરિવાર સાથે સમય ગાળવો અને ટ્રાવેલિંગ પણ પસંદ છે .
New Year 2020: ન્યૂઝીલેન્ડના લોકોએ આતશબાજી સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત, જુઓ તસવીરો
ક્રિકેટના મેદાન પર 2019નો શાનદાર અંત કરી આ અંદાજમાં રજા ગાળી રહ્યા છે ટીમ ઈન્ડિયાના ખેલાડી, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion