Bilawal Bhutto : બિલાવલનું હ્યદય પરિવર્તન, ભારતને મિત્ર કહેતા કહેતા છેલ્લી ઘડીએ બોલ્યા કે...
બિલાવલે કહ્યું હતું કે, જ્યારે પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવે છે ત્યારે અમારા મિત્રો, અમારા પાડોશી દેશો સખત વિરોધ કરે છે. આ દરમિયાન તે સ્પષ્ટપણે માત્ર ભારતનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં.
Bilawal Bhutto Zardari Call India Friend : પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સામાન્ય રીતે ભારત વિરૂદ્ધ ઝેર ઓકવા માટે જાણીતા છે પરંતું આજે અચાનક જ તેમના વલણમાં પરિવર્તન નજરે પડ્યું હ્તું. એ પણ ત્યાં સુધી કે તેઓ ભારતને મુત્ર કહેવા સુધી આવી ગયા હતાં. પરંતુ હૈયાની વાત જાણે હોઠ સુધી આવી શકી નહોતી અને ભારતનો ઉલ્લેખ કરતા મિત્ર શબ્દ પર છેલ્લી ઘડીએ મૌન સેવી લીધુ હતું.
જોકે ભારતને મિત્ર કહેતા કહેતા રહી ગયેલા બિલાવલે બાદમાં આપણા પાડોશી શબ્દનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં આજે તેઓ કાશ્મીર મુદ્દે પર વાત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના પ્રયાસોને રોકવામાં ભારતની રાજદ્વારી સફળતાનો સ્વીકાર કરતા બિલાવલે ભારતને મિત્ર કહીને વાત શરૂ કરી.
ભારત માટે ના અપશબ્દો બોલ્યા
બિલાવલે કહ્યું હતું કે, જ્યારે પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવે છે ત્યારે અમારા મિત્રો, અમારા પાડોશી દેશો સખત વિરોધ કરે છે. આ દરમિયાન તે સ્પષ્ટપણે માત્ર ભારતનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રમાં એજન્ડાના કેન્દ્રમાં કાશ્મીરને સામેલ કરવાના પ્રયાસમાં અમને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આ વખતે બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત કે તેના નેતાઓ સામે અભદ્ર કંઈપણ કહ્યું નથી.
કાશ્મીરના મુદ્દે પાકિસ્તાને સામનો કરવો પડ્યો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ છે. બંને દેશો એકબીજાથી અંતર બનાવી રહ્યા છે. આ બધા પાછળ ઘણા કારણો છે, જેમાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલ પુલવામા આતંકી હુમલાનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. આ પછી ભારતે હુમલાનો જવાબ આપતા 26 ફેબ્રુઆરી 2019ના રોજ બાલાકોટ એર સ્ટ્રાઈક કરી હતી.
તે જ વર્ષે ઓગસ્ટ 2019માં ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય લેતા ભારતે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી જેના પછી પાકિસ્તાનને આંચકો લાગ્યો. પાકિસ્તાને યુએન અને આરબ દેશોના નેતાઓ સાથે આ મુદ્દા પર વાત કરી હતી. પરંતુ દરેક વખતે પાકિસ્તાનને કાશ્મીરના મુદ્દાનો સામનો કરવો પડ્યો.
Pakistan: નવી સરકારમાં બિલાવલ ભુટ્ટોને વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા બિલાવલ ભુટ્ટોને પાકિસ્તાનમાં નવી સરકારમાં આગામી વિદેશ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે શનિવારે મોડી રાત્રે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.
જિયો ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના હોદ્દા મહત્વપૂર્ણ છે, જ્યારે નવી સરકારમાં વિદેશ પ્રધાન કોણ હશે તે પ્રશ્ન પણ મહત્વપૂર્ણ છે કારણ કે સંયુક્ત વિપક્ષની પાર્ટીઓ વારંવાર ઈમરાન ખાન સરકારને ખોટી વિદેશ નીતિઓના કારણે નિશાન બનાવી રહ્યા હતા. એક અહેવાલ અનુસાર, પીપીપીના વડા બિલાવલ ભુટ્ટો-ઝરદારીને આગામી વિદેશ મંત્રી બની શકે છે.