શોધખોળ કરો
CPEC મુદ્દે અમેરિકાએ કહ્યુ- ચીનની જાળમાં ન ફસાય પાકિસ્તાન
સીપીઇસી રસ્તો, રેલવે અને ઉર્જા યોજનાઓનો એક આયોજીત નેટવર્ક છે.
નવી દિલ્હીઃ વરિષ્ઠ અમેરિકન ડિપ્લોમેટ એલિસ વેલ્સે એકવાર ફરી 60 અબજ ડોલરના ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઇસી)ની ટીકા કરી છે અને કહ્યું છે કે આ યોજનામાં પારદર્શિતા નથી. આ યોજનાથી આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનનો આર્થિક બોજ વધી જશે. વેલ્સે પોતાના ચાર દિવસના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન અહી એક કાર્યક્રમમાં કહ્યું કે, વર્લ્ડ બેન્ક દ્ધારા પ્રતિબંધિત કંપનીઓને સીપીઇસીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. વેલ્સ દક્ષિણ અને મધ્ય એશિયા મામલાના ઉપ વિદેશ મંત્રી છે. સીપીઇસી રસ્તો, રેલવે અને ઉર્જા યોજનાઓનો એક આયોજીત નેટવર્ક છે. જે ચીનના શિનજિયાંગ ઉઇગુર સ્વાયત ક્ષેત્રને અરબ સાગર પર પાકિસ્તાનના રણનીતિક બંદર ગ્વાદરને જોડે છે.
વેલ્સે છેલ્લા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાનને કહ્યુ હતું કે, તે સીપીઇસી પર ચીનને સવાલો કરે કારણ કે તેનાથી તેની આર્થિક અર્થવ્યવસ્થા પ્રભાવિત થઇ શકે છે. સીપીઇસીમાં પારદર્શિતા નથી અને ચીનના વિતપોષણથી પાકિસ્તાન પર દેવું વધી રહ્યું છે. તેમણે પાકિસ્તાનને આ યોજના પર ફરીવાર વિચાર કરવા કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement