Explosion Outside Kabul airport: થોડી મિનિટોના અંતરે કાબુલ એરપોર્ટ બહાર બે આત્મઘાતી હુમલા, બાળકો સહિત 13 લોકોના મોત
Blast in Kabul Airport: કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો થયો છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે.
Blast in Kabul Airport: કાબૂલ એરપોર્ટની બહાર બે આત્મઘાતી હુમલા થયા છે. એક બ્લાસ્ટ એરપોર્ટના ગેટ પર થયો હતો જ્યારે બીજો હુમલો બેરન હોટલની પાસે થયો છે. આ હુમલામાં બાળકો સહિત 13 લોકોના મોત થયા છે. જ્યારે આત્મઘાતી હુમલા થયા ત્યારે એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકો હાજર હતા.
ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર થયેલા આ હુમલામાં બાળકો સહિત 13 લોકોના મોત થયા છે.
તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડતી જાય છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી છે. અમેરિકાના બે અધિકારીઓએ જણાવ્યું કે, ગુરૂવારે હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જોરદાર વિસ્ફોટ થયો. હુમલો આત્મઘાતી હોય શકે છે. પેન્ટાગોને પણ આ વાતની પુષ્ટિ કરી છે. એક અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં અનેક અફઘાનીઓ માર્યા ગયા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ કાબુલમાં ઈટાલીના એક વિમાન પર ફાયરિંગ કર્યુ છે. જાણકારી અનુસાર ફાયરિંગ વિમાન ઉડવાની તૈયારીમાં હતું ત્યારે થયું હતું. જોકે રાહતની વાત એ છે કે વિમાનને વધુ નુકસાન થયુ નથી. એક માહિતી અનુસાર વિમાનમાં આશરે 100 અફઘાની નાગરિકો સવાર હતા.
અમેરિકાના એસિસ્ટેંટ સેક્રટરી ઓફ ડિફેન્સ ફોર પબ્લિક અફેર્યસ જોની કિબ્રીએ કહ્યું કે આ હુમલો કાબુલ એરપોર્ટ બહાર થયો છે. હાલ કેટલા લોકો ઘાયલ થયા તેના વિશે કોઈ માહિતી નથી.
આ બ્લાસ્ટ કોના દ્વારા કરવામાં આવ્યો તેના વિશે હાલ કોઈ સમાચાર નથી. હુમલાને લઈ બ્રિટનની ઈન્ટેલીજેન્સે જાણ કરી હતી. બ્રિટનના રક્ષા મંત્રી જેમ્સ હિપ્પીએ કહ્યું હતું કે આ એક એવો ખતરો છે જેની જાણકારી હું તમને નહી આપી શકું પરંતુ આ ખતરો ખૂબ નજીક છે
ઈન્ટેલિન્સ ઈનપુરમાં કહેવામાં આવી રહ્યું છે કે આઈએસઆઈએસ તરફથી હુમલો કરવામાં આવ્યો હોય શકે. થોડા દિવસો પહેલા તાલિબાન પંજશીર સિવાય સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ હજારો લોકો અફઘાનિસ્તાન છોડી રહ્યા છે.