શોધખોળ કરો
Advertisement
બ્રાઝિલે કોરોના વાયરસની રસીના ફાઈનલ ટેસ્ટને આપી મંજૂરી, જાણો ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે આ રસી ?
કોરોના વાયરસની રસીના ટેસ્ટિંગ માટે બ્રાઝિલ મોટું કેન્દ્ર બની ગયું છે. અહીં મોટા પાયે કોરોના વાયરસનો ફેલાવો થવાને કારણે આ દેશ ટેસ્ટિંગનું હબ બની ગયો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરની વચ્ચે વધુ એક દેશે કોરોનાની રસી બનાવવાની નજીક પહોંચી ગયો છે. બ્રાઝિલે કોરોના વાયરસની રસીના ફાઈનલ સ્ટેજની મંજૂરી આપી દીધી છે.
મીડિયા અહેવાલ અનુસાર બ્રાઝિલે દેશમાં આ ચોથી રસી છે જે હાલમાં ટ્રાયલ તબક્કામાં છે. અમેરિકાની ફાર્મા કંપનીની સબસિડરી Janssen કુલ 7000 વોલન્ટિયર્સ પર રસીનું ટ્રાયલ કરશે.
હેલ્થ રેગ્યુલર અનવિસાએ જણાવ્યું કે, આ ટેસ્ટ રેન્ડમલી, કન્ટ્રોલ્ડ, મોટા પાયે કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બ્રાઝિલમાં વધુ એક રસીને ટેસ્ટ માટે મંજૂરી મળી છે જે રસી મેળવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસની રસીના ટેસ્ટિંગ માટે બ્રાઝિલ મોટું કેન્દ્ર બની ગયું છે. અહીં મોટા પાયે કોરોના વાયરસનો ફેલાવો થવાને કારણે આ દેશ ટેસ્ટિંગનું હબ બની ગયો છે.
વિશ્વમાં કોરોનાના કેસ અને મોતના આંકડાના મામલે બ્રાઝિલ બીજા નંબર પર છે. અહીં અંદાજે 34 લાખ કરતાં વધારે કોરોનાના કેસ આવ્યા છે જ્યારે 1.1 લાખ જેટલા લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
બ્રાઝિલે આ પહેલા ત્રણ અન્ય રસીને પણ ટ્રાયલ માટે મંજૂરી આપી છે જેમાં ઓક્સફોર્ડની રસી, ચીનની ફાર્મા કંપનીની રસી અને અમેરિકાની અને જર્મનીની સંયુક્ત કંપનીની રસી હાલમાં ટ્રાયલ તબક્કામાં છે. હાલમાં જ બ્રાઝિલે રશિયાની સ્પુતનિક-5 રસીના ટેસ્ટ અને પ્રોડક્શન માટે મંજૂરી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement