શોધખોળ કરો
Advertisement
બ્રિટનના PM બોરિસ જોનસને કરી સગાઈ, 24 વર્ષ નાની ગર્લફ્રેન્ડ બનવાની છે માતા
બોરિસ જોનસન પ્રધાનમંત્રી બનતા પહેલા જ કેરી સિમંડ્સ સાથે રિલેશનશિપમાં હતા. બાળકને જન્મ આપતાં પહેલા જ બંને લગ્ન કરી લેશે તેવી અટકળો થઈ રહી છે.
પેરિસઃ બ્રિટનના પીએમ બોરિસ જોનસને તેમનાથી 24 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે સગાઈની જાહેરાત કરી છે. તેમણે એવું પણ જણાવ્યું કે ઉનાળામાં તેઓ માતા-પિતા બનવાના છે. બોરિસ જોનસન પ્રધાનમંત્રી બનતા પહેલા જ કેરી સિમંડ્સ સાથે રિલેશનશિપમાં હતા. બાળકને જન્મ આપતાં પહેલા જ બંને લગ્ન કરી લેશે તેવી અટકળો થઈ રહી છે.
કેટલી છે જોનસનની ગર્લફ્રેન્ડની ઉંમર
બ્રિટનના 250 વર્ષના ઈતિહાસમાં પ્રધાનમંત્રી પદે હોય તેવા કોઈ વ્યક્તિએ લગ્ન કરી હોય તેવી આ પ્રથમ ઘટના હશે. ઉપરાંત પોતાના કાર્યકાળ દરમિયાન તલાક અને લગ્ન કર્યા હોય તેવા જોનસન બ્રિટનના પ્રથમ પ્રધાનમંત્રી હશે. જોનસનની ઉંમર 55 વર્ષ છે, જ્યારે તેમની ગર્લફ્રેન્ડની ઉંમર 31 વર્ષ છે.
શું કરે છે કેરી સાયમંડ્સ
રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રીના સરકારી નિવાસસ્થાનમાં જોનસન અને કેરી સાથે રહે છે. કેરી એક પર્યાવરણ કાર્યકર્તા છે અને કેટલીક પર્યાવરણ યોજના પર કામ કરી રહી છે. બોરિસ જોનસન અને તેની ગર્લફ્રેન્ડ નવા વર્ષમાં વેકેશન ગાળવાને લઈ ચર્ચામાં આવ્યા હતા. તેઓ નવું વર્ષ સેલિબ્રિટે કરવા સેંટ લુસિયા ગયા હતા. જ્યાં બંનેએ આમ આદમીની સાથે ઈકોનોમી ક્લાસમાં સફર કરી હતી.
જોનસનને પહેલી પત્ની છે કેટલા સંતાન ?
જોનસનના પત્ની મૈરિના વ્હીલર સાથે તલાક થઈ ચુક્યા છે અને તેમને ચાર બાળકો પણ છે. મેરિના વ્હીલર પત્રકરા સર ચાર્લ્સ વ્હીલર અને દિલ્હીની શીખ મહિલા દીપ સિંહની પુત્રી છે.
રાંધણ ગેસના બાટલાના ભાવમાં થયો ઘટાડો, નવો ભાવ આજથી જ થયો લાગુ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના કંગાળ ફોર્મમાં એક વાત છે સામાન્ય, જાણીને થશે આશ્ચર્ય
આજથી બદલાઈ ગયા આ નિયમો, જાણો તમારા પર શું પડશે અસર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion