Canada News: અમેરિકા બાદ કેનેડામાં ભારતીયોની વધી શકે છે મુશ્કેલી, કેનેડાની સંસદમાં રજૂ કરાયું બિલ
ભારત-બાંગ્લાદેશના નાગરિકોને નિશાન બનાવવા બિલ લવાયાનો દાવો કરાઈ રહ્યો છે. કેનેડામાં 300થી વધુ જૂથોએ આ બિલનો વિરોધ કર્યો હતો.

અમેરિકા બાદ કેનેડામાં ભારતીયોની મુશ્કેલી વધી શકે છે. કામચલાઉ વિઝા રદ કરવા કેનેડાની સંસદમાં બિલ રજૂ કરાયું હતું. કેનેડા ભારતીયોની સામૂહિક હકાલપટ્ટી કરશે. ભારત-બાંગ્લાદેશના નાગરિકોને નિશાન બનાવવા બિલ લવાયાનો દાવો કરાઈ રહ્યો છે. કેનેડામાં 300થી વધુ જૂથોએ આ બિલનો વિરોધ કર્યો હતો.
અમેરિકાના પગલે ચાલી રહેલા કેનેડામાં ભારતીયો માટે મુશ્કેલી વધી શકે છે. ભારતીયોની સામૂહિક હકાલપટ્ટી માટે કામ ચલાઉ વિઝા રદ કરવા કેનેડાની સંસદમાં બિલ રજૂ કરાયું હતું. કાર્ની સરકારે સંસદમાં એક અનામત બિલ મારફત કામચલાઉ વિઝા રદ કરીને હજારો ભારતીયોની ગમે ત્યારે સામૂહિક હકાલપટ્ટી કરવા માટેની શક્તિ માંગી છે. એટલું જ નહીં આ બિલ મારફતે ભારતીયોને કાઢી મૂકવા માટે અમેરિકન એજન્સીઓની મદદ મેળવવાની પણ દરખાસ્ત કરાઈ છે. સૂચિત કાયદા હેઠળ કેનેડા સરકાર ભારત અને બાંગ્લાદેશમાંથી થતી બનાવટી અરજીઓને ઓળખીને તેને રદ કરવા માટે અમેરિકન સંસ્થા સાથે ભાગીદારી કરી શકે છે.
ભારત અને બાંગ્લાદેશના નાગરિકોને નિશાન બનાવી કામ ચલાઉ વિઝા ધારકોની સામૂહિક રીતે હકાલપટ્ટીના બિલનો કેનેડામાં વિરોધ થયો છે. 300થી વધુ નાગરિક જૂથોએ આ બિલનો વિરોધ કર્યો છે. ભારતીય નાગરિકો દ્વારા કેનેડામાં શરણ માંગતી અરજીઓમાં વધારો થયો હોવાથી કાર્ની સરકાર કામચલાઉ વિઝાધારકો વિરુદ્ધ બિલ લાવી હોવાનું મનાય છે.
કેનેડાની સરકારના ઈમિગ્રેશન વિભાગના આંકડા પ્રમાણે નવી ઈમિગ્રેશન પોલિસી પછી વિદેશી સ્ટુડન્ટનો રિજેક્શન રેશિયો ખૂબ જ વધ્યો છે. 2023માં 20 હજાર 900 ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા જવા માટે અરજી કરી હતી, એમાંથી છ હજાર 700ને વિઝા મળ્યા હતા. તે સિવાયના મોટા ભાગના વિદ્યાર્થીઓને લીલી ઝંડી મળી હતી. તે વર્ષે રિજેક્શન રેશિયો 32 ટકા હતો, તેની સરખામણીએ વર્ષ 2025માં માત્ર ચાર હજાર 515 વિદ્યાર્થીઓએ જ વિઝા માટે અરજી કરી, તેમ છતાં 74 ટકા ઊંચો રિજેક્શન રેશિયો છે. વર્ષ 2025માં માત્ર 1100 વિદ્યાર્થીઓને જ કેનેડાના વિઝા મળ્યા હતા.
ભારતીય વિદ્યાર્થીઓની 74 ટકા સ્ટડી પરમિટ નામંજૂર
રોયટર્સ દ્વારા મેળવેલા ઇમિગ્રેશન ડેટા અનુસાર, ઓગસ્ટમાં કેનેડિયન પોસ્ટ-સેકન્ડરી સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે આશરે 74 ટકા ભારતીય અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, જે ઓગસ્ટ 2023 માં આશરે 32 ટકા હતી.





















