શોધખોળ કરો

Canada: કેનેડામાં મંદિરનું કર્યું અપવિત્ર, શંકાસ્પદની ધરપકડ, જાણો સમગ્ર મામલો

India Canada Tension: 12 ઓગસ્ટના રોજ, પોલીસે કેનેડામાં એક મંદિરની અપવિત્રતાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.

Canada Desecrating Temples: કેનેડામાં મંદિરની અપવિત્રતા કરવાનો મામલો સામે આવ્યો છે. હવે આ કેસમાં સંડોવણી બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કેનેડામાં 12 ઓગસ્ટે એક મંદિરની અપવિત્ર કરવામાં આવ્યું હતું, તેથી પોલીસ આ ઘટનામાં સંડોવાયેલા શકમંદોને શોધી રહી હતી, જેમાં હવે પ્રથમ ધરપકડ કરવામાં આવી છે.

ઓગસ્ટમાં, કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ સરેમાં એક મંદિરમાં તોડફોડ કરી હતી. આ સાથે મંદિરની દિવાલો પર ભારત વિરોધી અને ખાલિસ્તાન તરફી વાતો લખવામાં આવી હતી. તે જ સમયે, મંદિર પર કંટલીક વસ્તુ છાંટીને અપમાનિત કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ની સરે ટુકડીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 12 ઓગસ્ટ અને 14 ઓગસ્ટના રોજ બનેલી ઘટનાઓના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસે અટકાયત કરાયેલ વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી.

લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવાયું હતું

12 ઓગસ્ટના રોજ, સરેમાં લક્ષ્મી નારાયણ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું અને તેના દરવાજા પર પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. આગળના ગેટ પરના પોસ્ટરમાં ઓટાવામાં ભારતના હાઈ કમિશનર તેમજ ટોરોન્ટો અને વાનકુવરમાં તેના કોન્સ્યુલ જનરલના નામ અને ફોટોગ્રાફ્સની નીચે "વોન્ટેડ" શબ્દ હતો. પાછળના દરવાજા પરના અન્ય એક પોસ્ટરમાં 18 જૂને ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાની તપાસ કરવા કેનેડાને બોલાવવામાં આવ્યું હતું. તે જ સમયે, 14 ઓગસ્ટે જે મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું તેની ઓળખ થઈ નથી.

ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમ પર છે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. તેમના નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા છે. ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા છે. એ વાત જાણીતી છે કે નિજ્જરને 2020માં જ ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે 11 સપ્ટેમ્બર, 2023ના રોજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં નિવેદન આપ્યું હતું કે અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના પુરાવા મળ્યા છે. આ નિવેદનના થોડા સમય બાદ તેમણે ભારતના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. જેના જવાબમાં ભારતે પણ કેનેડાના એક રાજદ્વારીને અહીંથી હાંકી કાઢ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ જ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget