શોધખોળ કરો
Advertisement
દરિયામાંથી મરજીવાને મળ્યો પરમાણુ બોમ્બ, 1950માં થયો હતો ગુમ!
વૉશ્ગિટન: કેનેડાના એક મરજીવા દ્વારા સમુદ્ધમાંથી પરમાણું બોમ્બ શોધી કાઢવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 1950ના દશકમાં આ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા અમેરિકી બોમ્બવર્ષા બી 36માં લાગેલ આ પરમાણુ બોમ્બ છે. આ વિમાન બ્રિટિશ કોલંબિયાની પાસે એ વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જ્યારે ટેક્સાસના કાર્સવેલ એરફોર્સ બેસ જઈ રહ્યું હતું. આ વિમાનમાં માર્ક 4 પરમાણું બોમ્બ લાગેલો હતો.
આ બોમ્બમાં લેડ, યૂરેનિયમ અને ટીએનટી ભરેલું હતું. પરંતુ તેમાં પ્લેટોનિયમ નહોતું. જેના લીધે તે પરમાણું વિસ્ફોટ કરવામાં સક્ષમ નહોતું. આ વિમાન ઉડાન ભર્યાના થોડા સમય પછી તેમાં આગ લાગી ગઈ હતી. તુરંત પાયલોટે વિમાનને ઑટો પાયલોટ મોડ પર રાખી પેરાશૂટ મારફતે છલાંગ લગાવીને કૂદી ગયો હતો. આ ઘટનામાં વિમાનમાં સવાર લગભગ 17માંથી પાંચ સભ્યોના મોત થયા હતા. અમેરિકી સેના પ્રમાણે ત્રણ વર્ષ પછી તેનો કાટમાળ હજારો કિલોમીટરના વિસ્તારમાં વિખરાયેલો મળી આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion