શોધખોળ કરો
Advertisement
જૉનસન એંડ જૉનસન પ્રોડક્ટના ઉપયોગથી મહિલાને થયુ કેંસર, કંપનીને કોર્ટે 468 કરૉડનો દંડ ફટકાર્યો
નવી દિલ્લી : બાળકો માટે શેમ્પૂ, તેલ, પાઉડર બનાવતી જૉનસન એંડ જૉનસન કંપનીને અમેરિકાની એક કોર્ટે 468 કરૉડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. કંપની આ રકમ 62 વર્ષની ડેબારાહ ગિયાનેચિની નામની મહિલાને આપશે. આ મહિલાએ દાવો કર્યો છે કે જૉનસન એંડ જૉનસન પાઉડરનો ઉપયોગ કર્યા બાદ તેને કેંસર થયું છે. મહિલાએ જણાવ્યું 2012માં તેને ઓવેરિયન કેંસરની ખબર પડી જેનો ઈલાજ કરવાતા સમયે સર્જરી દરમિયાન ડૉક્ટરોને ઓવરીમાં આ પાઉડરના પાર્ટિકલ્સ મળ્યા. જ્યારે કંપની આ બંને પાઉડરનું માર્કેટિંગ ‘હાઈજીન પ્રોડક્ટ’ તરીકે કરે છે.
ડેબોરાહના વકીલ જિમ ઓંડેરે કહ્યું કે કંપનીના દસ્તાવેજથી માલૂમ થાય છે કે તેને 1970ના દશકથી ખબર હતી કે ટેલ્કમ પાઉડરથી શરીરને નુકશાન થાય છે. કંપનીએ પ્રોડક્ટ પર આ જાણકારી ન આપી તેને છુપાવતી રહી છે. ઓંડેરે કહ્યું કે ડેબોરાહે પૈસા માટે આ કેસ નથી કર્યો પરંતુ તે દુનિયાના તમામ લોકોને જાણ કરવા માંગે છે કે તેમની બિમારીનું કારણ એક પ્રોડક્ટ છે.
જ્યારે જૉનસન કંપનીનું કહેવું છે કે આ પ્રકરનો નિર્ણય આવવો દુર્ભાગ્યપૂર્ણ છે. આ નિર્ણય 30 વર્ષોના વિશ્ર્વના અલગ-અલગ ચિકીત્સકોની વિરૂધ્ધમાં છે. તપાસના આદેશ ટેલ્કમ પાઉડરના સર્મથનમાં છે. જૉનસન એંડ જૉનસન એ પોતની પ્રોડક્ટની સેફ્ટી સંબંધિત તમામ સવાલોને ગંભીરતાથી લીધા છે. ધણા વૈજ્ઞાનિક સમિક્ષામાં સાબિત થયું છે કે અમારુ ઉત્પાદન સુરશ્રિત છે. એમે આ નિર્ણયની વિરૂધ્ધમાં અપીલ કરશું.
આપને જણાવી દઈએ કે કંપની પર કેસ થવાનો આ પ્રથમ મામલો નથી, આ પહેલા પણ કંપની ફેબ્રુઆરીમાં 480 કરૉડ અને મે મહિનામાં 367 કરૉડના બે કેસ હારી ચુકી છે.
જૉનસન એંડ જૉનસન કંપની પ્રોડક્ટ આશરે 175 દેશમાં વહેચાઈ છે. ભારતમાં બેબી પાઉડરના બજારમાં 50 ટકા હિસ્સા પર આ કંપનીનો કબ્જો છે. ફોબ્સ-2015ની યાદીમાં ‘જૉનસન ફેમિલી’ દુનિયાના સૌથી પૈસાદારની યાદીમાં 46માં ક્રમે હતી.
જજ બિલી રે એ કહ્યું એવું લાગી રહ્યુ છે કે કંપનીને ગ્રાહકોની થોડી પણ કાળજી નથી. આગળ જતા ચેતવણીના લેબલ સાથે પ્રોડક્ટ બજારમાં મુકે, જેથી કરીને ગ્રાહકોને નક્કી કરી શકે કે આ પ્રોડક્ટની ખરીદી કરવી કે નહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
લાઇફસ્ટાઇલ
Advertisement
gujarati.abplive.com
Opinion