શોધખોળ કરો
Advertisement
ચીને ભારતને આપ્યો મોટો ઝાટકો, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર ન કરવાના પક્ષમાં વીટો પાવર વાપર્યો
નવી દિલ્હીઃ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચીને ફરી એક વખત અવચંડાઈ દેખાડી છે. નિર્ણયના થોડા કલાક પહેલા ચીને વીટોનો ઉપયોગ કરી પાકિસ્તાનમાં રહેલા આતંકી મસૂદને બચાવી લીધો છે. આ રીતે ભારત સહિત ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટેનની મસૂદ અઝહરને વૈશ્વિક અતંકી જાહેર કરવાના પ્રયત્નોને ઝાટકો લાગ્યો છે.
જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની સુનાવણી સંયુક્ત રાષ્ટ્રમાં હાથ ધરવામાં આવી હતી, મસૂદને આતંકી જાહેર કરવાના પક્ષમાં ચીન સિવાય અમેરિકા, બ્રિટન સહિતના દેશો હતા, પરંતુ ચીને છેલ્લે પોતાનો વીટો પાવર વાપરીને મસૂદને આતંકી જાહેર થવાથી બચાવી લીધો છે.
મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ભારતની આ પહેલમાં અમેરિકા સાથે હતું, આ મામલે અમેરિકાએ કહ્યું હતું કે મસૂદે ભારતની સરહદે આતંક ફેલાવી રાખ્યો છે. થોડા દિવસ પહેલા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ તરફથી આતંકી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકીની સૂચીમાં સામેલ કરવા અને અલકાયદાને પ્રતિબંધિત સૂચીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion