અંતરિક્ષમાં બેકાબુ થયુ ચીની રૉકેટ, આજે પૃથ્વી પર આવીને કયા દેશમાં પડી શકે છે આ રૉકેટ, જાણો વિગતે
અમેરિકન રક્ષા વિભાગ પડતા રૉકેટના કાટમાળ પર નજર રાખી રહ્યું છે. ચીની વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ બેકાબૂ રૉકેટનો કેટલોક ભાગ સમુદ્રમાં પડશે. તેમને કહેવુ છે બેકાબૂ રૉકેટના કેટલોક ભાગ સમુદ્રમાં પડશે, તેમનુ એ પણ કહેવુ છે કે રૉકેટના વાયુમંડળમાં પ્રવેશ કરતાં જ આના ટુકડે ટુકડા થઇ જશે.
નવી દિલ્હીઃ ચીનનુ બેકાબૂ થઇ ચૂકેલુ 'લાંગ માર્ચ 5બી' રૉકેટ ઝડપથી ધરત તરફ આવી રહ્યું છે. આ રૉકેટ આજે ગમે ત્યારે ધરતીના ગમે તે ભાગ પર પડી શકે છે. ગયા મહિને આ રૉકેટને અંતરિક્ષ સ્ટેશનમાં પ્રક્ષેપિત કરવામા આવ્યુ હતુ. રૉયટર યુરોપીય અને અમેરિકન ટ્રેકિંગ કેન્દ્રો તરફથી કહેવામા આવ્યુ છે કે આ બેકાબૂ રૉકેટના અવશેષો આજે રવિવારે વાયુમંડળમાં પ્રવેશ કરવાની સંભાવના છે. કેટલાક વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કે ન્યૂઝીલેન્ડની આપપાસ રૉકેટ ક્યાંય પણ પડી શકે છે.
અમેરિકન રક્ષા વિભાગ પડતા રૉકેટના કાટમાળ પર નજર રાખી રહ્યું છે. ચીની વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ બેકાબૂ રૉકેટનો કેટલોક ભાગ સમુદ્રમાં પડશે. તેમને કહેવુ છે બેકાબૂ રૉકેટના કેટલોક ભાગ સમુદ્રમાં પડશે, તેમનુ એ પણ કહેવુ છે કે રૉકેટના વાયુમંડળમાં પ્રવેશ કરતાં જ આના ટુકડે ટુકડા થઇ જશે.
મિશન પુરુ કરીને પરત ફર્યુ રૉકેટ...
ચીને 29 એપ્રિલે 'લાંગ માર્ચ 5બી' મિશન અંતર્ગત હાઇનાન દ્વીપથી આ રૉકેટ લૉન્ચ કર્યુ હતુ. રૉકેટ એક મૉડ્યૂલ લઇને સ્પેસ સ્ટેશન સુધી ગયુ હતુ. મૉડ્યૂલને નક્કી કક્ષા છોડ્યા બાદ આને નિંયત્રિત રીતે ધરતી પર પરત ફરવાનુ હતુ. રૉકેટનું વજન લગભગ 18 ટન છે. છેલ્લા કેટલાય દાયકાઓમાં વાયુમંડળમાં અનિયંત્રિત થઇને પડનારી આ સૌતી મોટી વસ્તુ છે.
ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકા સહિત દુનિયાના તમામ દેશો આના પર નજર રાખીને બેઠાં છે. ચર્ચા એ પણ હતી કે અમેરિકા આ રૉકેટને પડતા પહેલાં જ નષ્ટ કરી શકે છે, પરંતુ અમેરિકન રક્ષા મંત્રીએ આનો ઇનકાર કર્યો છે. રક્ષા મંત્રી લૉયડ ઓસ્ટિને કહ્યું- આ રૉકેટને નષ્ટ કરવાની કોઇ યોજના નથી. અમે આશા રાખીએ છીએ કે આ તે જગ્યાએ પડશે જ્યાં કોઇ નુકશાન ના થાય.
વળી, ચીને વિશ્વાસ આપ્યો છે કે આ વાયુમંડળમાં પ્રવેશ કરતાં જ રૉકેટના ટુકડે ટુકડા થઇ જશે અને આનાથી કોઇ પણ નુકશાન નહીં થાય. સામાન્ય રીતે રૉકેટનો કાળમાળ પૃથ્વીવા વાયુમંડળમાં પ્રવેશ કર્યા બાદ સળગી જાય છે. જોકે તેનો પણ કંઇક હિસ્સો બચી જાવાની સંભાવના છે, જે પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. ખરેખરમા ટુકડા બહુ નાના હોય છે.