ચીને બદલી પોલિસી, કપલ્સને હવે ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપી, જાણો શું છે કારણ
ચીનમાં જન્મ દર 1961 બાદ સૌથી નીચો છે. ચીનના ઘટન જન્મ દરનો મતલબ એ થયો કે જનસંખઅયા ઝડપથી ઘટવા લાગશે.
બીજિંગઃ ચીન હવે તમામ કપનેલ ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપશે. ચીનની જનસંખ્યાની વધતી ઉંમર અને દેશની લાંબાગાળાની આર્થિક સંભાવનાઓ માટે ખતરા સમાન ઘટતા જન્મદરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાચાર એજન્સી સિન્હુઓએ સોમવારે આપેલ નિવેદનમાં કહ્યું કે, પોલિત બ્યૂરોએ એ વાત પર ભાર મુક્યો છે કે ચીન સેવાનિવૃત્તિની ઉંમરમાં ડિલે નિયમને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે. બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ શી જિનપિંગે કરી હતી.
ચીન ધીરે ધીરે પોતાની કડક જન્મ પોલિસીમાં સુધારા કરી રહ્યું છે. આ પહેલા મોટાભાગના પરિવારોને અનેક વર્ષો સુધી માત્ર એક જ બાળક સુધી મર્યાદિત કરવામાં આવ્યા હતા. 2016માં બે બાળકોની મંજૂરી આપવામાં આવી. જોકે, આ ઘટના જન્મદર પર કોઈ ફેર પડ્યો નહીં અને ચીને તેમાં વધારે છૂટછાટ આપવી પડી.
2025 પહેલા પીક પર પહોંચી જશે જનસંખ્યા
ચીનમાં જન્મ દર 1961 બાદ સૌથી નીચો છે. ચીનના ઘટન જન્મ દરનો મતલબ એ થયો કે જનસંખઅયા ઝડપથી ઘટવા લાગશે. અંદાજ છે કે જન્મ દરમાં ઘટાડાથી વિશ્વનો સૌથી વધારે જનસંખ્યા ધરાવતો દેશ 2025 પહેલા પીક પર પહોંચી શકે છે. હાલમાં જ બહાર પાડવામાં આવેલ જનસંખ્યાના આંકડા અનુસાર વિતેલા દાયકામાં 0.53 ટકા વાર્ષિક સરેરાશ જનસંખ્યા વધી છે જે 1950 બાદ સૌથી ઓછી છે.
#BREAKING China relaxes family planning rules to allow three children per couple: state media pic.twitter.com/UeA3xSAjCR
— AFP News Agency (@AFP) May 31, 2021
વિતેલા વર્ષે 1961 બાદ સૌથી ઓછા બાળકોનો જન્મ થયો
પૂર્વ એશિયા અને યૂરોપમાં નાના પરિવાર માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ચીનમાં મોટાભાગના પરિવારોને બે બાળકો પેદા કરવાની મંજૂરી આપ્યા બાદ જન્મદરમાં વધારો ટૂંકાગાળાનો રહ્યો. અનેક માતાપિતા રહેઠામ અને શિક્ષણનો ઉંચો ખર્ચ તેના માટે કારણ ગણાવે છે. વિતેલા વર્ષે ચીનમાં માત્ર 1.2 કરોડ બાળકોનો જન્મ થયો જે 1961 બાદ સૌથી ઓછી સંખ્યા છે.