શોધખોળ કરો
Advertisement
બોર્ડર પર તણાવ વચ્ચે ચીનનું મોટુ નિવેદન- ભારતીય બૉર્ડર પર સ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં
છેલ્લા કેટલાક દિવસથી લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે અનેક વિસ્તારોમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ છે. બન્ને તરફથી સેના તૈનાત છે.
બીજિંગ: લદાખમાં સરહદ વિવાદને લઈ ભારત અને ચીન વચ્ચે તણાવ યથાવત છે. બન્ને દેશો વચ્ચે સીમા વિવાદ વચ્ચે ચીને મોટું નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સત્તાવાર રીતે કહ્યું કે, ભારતીય સરહદ પર હાલ સ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે અનેક વિસ્તારોમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ છે. બન્ને તરફથી સેના તૈનાત છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને કહ્યું કે, બોર્ડર સંબંધિત મુદ્દા પર ચીનનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. તેમણે કહ્યું, અમે બન્ને નેતાઓ વચ્ચે બનેલી મહત્વપૂર્ણ સહમતિ અને બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતીનું પાલન કરીએ છીએ.
વિદેશ મંત્રાલયના નિવેદનનના એક દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ શી જિનપિંગને સૌથી ખરાબ સ્થિતિની કલ્પના કરતા કહ્યું હતું કે, સેનાએ યુદ્ધ માટે તૈયારી તેજ કરવાનો આદેશ આપવામાં આવે અને તેને પૂરી દ્રઢતા સાથે દેશની સંપ્રભુતાની રક્ષા કરવા કહ્યું.
ઝાઓએ “અમે પોતાની ક્ષેત્રીય સંપ્રુભતા અને સુરક્ષાની રક્ષા તથા સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ. હવે ચીન-ભારત બોર્ડર વિસ્તાર સંપૂર્ણ રીતે સ્થિર અને નિયંત્ર યોગ્ય છે. ” તેમણે કહ્યું કે, સરહદ પર તણાવ ઓછો કરવા માટે કુટનીતિક પ્રયાસ કરવાના અહેવાલની પુષ્ટી કરતા કહ્યું કે, “બન્ને દેશો પાસે સરહદ સંબંધિત સારુ તંત્ર અને સંચાર માધ્યમ છે. અમે વાતચીત અને વિચાર-વિમર્શ દ્વારા મુદ્દાને ઉકેલવા માટે સક્ષમ છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement