શોધખોળ કરો
Advertisement
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સૈનિકોને કહ્યું- યુદ્ધ જીતવા તૈયાર રહો, જીવની ચિંતા ના કરો
ચિનપિંગે સૈનિકોને કહ્યું કે, મુશ્કેલીની ચિંતા ના કરો અને યુદ્ધની સ્થિતિમાં ટ્રેનિંગ વધુ મજબૂત કરો. ચીની રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું કે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનો ઉદ્ધેશ્ય પીએલએનો વિસ્તાર વધારવાનો છે.
નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને કહ્યું કે, જીવની ચિંતા કર્યા વગર યુદ્ધ જીતવા માટે તૈયાર રહો. જિનપિંગે પીપુલ્સ લિબરેશન આર્મી(PLA)ના કમાન્ડરોને સંબોધન દરમિયાન કહ્યું હતું.
ચિનપિંગે સૈનિકોને કહ્યું કે, મુશ્કેલીની ચિંતા ના કરો અને યુદ્ધની સ્થિતિમાં ટ્રેનિંગ વધુ મજબૂત કરો. ચીની રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું કે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનો ઉદ્ધેશ્ય પીએલએનો વિસ્તાર વધારવાનો છે.
સમાચાર એજન્સી શિન્હુઆની રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ મિલિટ્રી કમીશન (CMC)ની બેઠકમાં જિનપિંગે નવા દૌર માટે સેનાને મજબૂત કરવાની સાથે સાથે સૈન્ય રણનીતિ પર પાર્ટીની વિચારને લાગુ કરવા પર જોર આપ્યું. ઉલ્લેખનીય છે કે, જિનપિંગ સેન્ટ્રલ મિલિટ્રી કમીશનના અધ્યક્ષ પણ છે. જે દેશના 20 લાખ સૈનિકોની ક્ષમતાવાળી સેનાનું સર્વોચ્ચ કમાન છે.
છેલ્લા કેટલાક દિવસોમાં જિનપિંગ ઘણીવાર સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવાની વાત કહી ચૂક્યા છે. આ પહેલા તેમણે અમેરિકા, ભારત અને તાઈવાન સાથેના તણાવ વચ્ચે સેનાને તૈયાર રહેવા કહ્યું હતું. જિનપિંગે ગત મહિને નૌસેનાને કહ્યું હતું કે પોતાના દિમાગ અને ઉર્જાને જંગ જીતવા અને હાઈ લેવલ એલર્ટ પર રહો. ચીન પ્રોપેગેન્ડામાં માહેર છે. ચીન પોતાની સૈન્ય તાકાતને વધારી -ચઢાવીને દર્શાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement