શોધખોળ કરો
Advertisement
Corona Update: અમેરિકા, સ્પેન, ફ્રાન્સ અને ઈટલીમાં કેવી છે પરિસ્થિતિ, જાણો કેટલા લોકોના મોત નિપજ્યાં? આ રહ્યાં આંકડા
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 8 લાખ 58 હજાર 892 પહોંચી ગયો છે. ત્યારે અત્યાર સુધીમાં 42,158 લોકોએ જીવ ગુમાવ્યો છે.
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 8 લાખ 58 હજાર 892 પહોંચી ગયો છે. ત્યારે અત્યાર સુધીમાં 42,158 લોકોએ જીવ ગુમાવ્યો છે. એક લાખ 78 હજાર 100 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ઈટલી અને સ્પેન બાદ હવે અમેરિકાની સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 770 જેટલા લોકોનં મોત નિપજ્યાં છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 88 હજાર 578 થઈ ગઈ છે. જ્યારે 4054 લોકો મોતને ભેટી ચૂક્યા છે.
ઈટલીની વાત કરીએ તો અહીં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 5 હજાર 792એ પહોંચી ગઈ છે. જ્યારે 12 હજાર 446 લોકો અહીં મોતને ભેટ્યા છે. ઈટલી, ફ્રાન્સ અને સ્પેનમાં એક દિવસમાં બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે, અમેરિકનો માટે આગામી બે સપ્તાહ ખૂબ જ દર્દભર્યા રહેશે. ત્યાર બાદ અહીં સ્થિતિ સુધરશે.
કોરોના ઉપર સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે, કોરોના વાયરસ વિશ્વ સામે બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી મોટો પડકાર છે. મહામારીને રોકવા માટે વિશ્વભરના દેશોએ વધારે મજબૂત અને અસરકારક પગલા ભરવાની જરૂર છે. આના કારણે સામાજિક અને આર્થિક તબાહી થઈ છે. અમે યુએનના ઈતિહાસમાં પહેલીવાર સૌથી મોટું વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ ઊભુ થયું છે.
કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ ઈટલી થયો છે. અહીં 12 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ પાંચ હજાર 792 થઈ ગઈ છે. અહીં 15729 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.
કોરોના વાયરસની મહામારીમાં યુરોપનો બીજો સૌથી વધારે પ્રભાવિત દેશ સ્પેન છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ પહોંચવા આવી છે. હાલ કેસ 95923 છે. અહીં મૃત્યુઆંક 8464 થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement