શોધખોળ કરો
ઈરાનમાં કોરોનાથી દર 10 મિનિટમાં એક વ્યક્તિનું મોત, દર કલાકે 50 નવા દર્દી
ઈરાનમાં કોરોના વાયરસથી કારણે દર 10 મિનિટમાં એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે, જ્યારે દર કલાકે 50 નવા લોકો આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે.

તેહરાન: ઈરાનમાં કોરોના વાયરસથી કારણે દર 10 મિનિટમાં એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે, જ્યારે દર કલાકે 50 નવા લોકો આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. ઈરાનમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 1284 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે દેશમાં કોરોના કાબૂમાં નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, જે જાણકારી મળી રહી છે. ઈરાનમાં દર 10 મિનિટમાં એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે જ્યારે, દર કલાકે 50 લોકો વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. સરકારી આંકડા મુજબ 149 મોત બાદ મૃતકોની સંખ્યા 1284 પર પહોંચી છે. બુધવારે 147 નવા મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસની ચપેટમાં 18407 લોકો આવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 1046 નવા કેસ સામે આવ્યા છે. તેહરાન પ્રાંતમાં નવા કેસની સંખ્યા વધારે બતાવવામાં આવી રહી છે, જેમાં 137 નવા કેસ સામે આવ્યા છે. ઈસ્ફહાન પ્રાંતમાં 108 અને ગિલાનમાં 73 કેસ સામે આવ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કોરોના વાયરસના કહેર વચ્ચે તેના રોકથામમાં લાગેલા પ્રશાસનનો બચાવ કર્યો છે, જેણે અત્યાર સુધી આ બીમારીને ફેલાતી રોકવા માટે લોકડાઉનની જાહેરાત નથી કરી.
વધુ વાંચો




















