શોધખોળ કરો

Global Covid-19 Update: ચીનમાં કોરોના બેકાબૂ, આ દેશોમાં પણ કોવિડ મચાવી રહ્યો છે કોહરામ

Global Covid-19 Update: કોરોના મહામારી વિશ્વના અનેક દેશોમાં હજુ તબાહી મચાવી રહી છે. ચીનના શાંઘાઈમાં સંક્રમણના મામલા વધવાથી હાલત બગડવા લાગી છે.

Global Covid-19 Update: કોરોના મહામારી વિશ્વના અનેક દેશોમાં હજુ તબાહી મચાવી રહી છે. ચીનના શાંઘાઈમાં સંક્રમણના મામલા વધવાથી હાલત બગડવા લાગી છે, અહીં મોટાભાગની ગતિવિધિ પ્રતિબંધિત કરવામાં આવી છે. લોકડાઉનના કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર છે. ઈટાલીમાં શનિવારે 70,520 નવા કોરોના સંક્રમણના મામલા નોંધાયા હતા. ફ્રાંસમાં પણ કેસ વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા પાંચ દિવસથી રોજના બે હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અમેરિકાના અનેક શહેરોમાં કોરોના સંક્રમણ વધવાથી પ્રતિબંધો લગાવાયા છે.

ચીનના શાંઘાઈમાં હાલત બેકાબૂ

ચીનના શાંઘાઈમા કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના મામલે શાંઘાઈ હોટસ્પોટ બન્યું છે. સંક્રમણ વધતા લોલકડાઉન લાગાવાયું છે. પરિણામે લોકોને હાડમારી વેઠવી પડી રહી છે.

ઈટાલીની શું છે સ્થિતિ

ઈટાલીમાં શનિવારે 70,520 નવા કોવિડ-19 મામલા નોંધાયા હતા. ઈટાલીના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યા 202થી ઘટીને 143 થઈ છે. શુક્રવારે અહીં 73,212 નવા મામલા નોંધાયા હતા અને 202 લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈટાલીની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા હજુ પણ 10 હજારથી વધારે છે. સેંકડો દર્દીઓ આઈસીયુમાં છે.

ફ્રાંસમાં કોરોના

ફ્રાંસમાં કોરના વેગ પકડી રહ્યો છે. શનિવારે 88,389 કોવિડ-19 મામલા નોંધાયા છે. જ્યારે 130થી વધુ સંક્રમિતોના મોત થયા છે. સંક્રમણ વધવાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે.

અમેરિકામાં શું છે સ્થિતિ

અમરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. તાજેતરમાં અમરિકન સ્વાસ્થ્ય એજન્સી સેંટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનએ ન્યૂયોર્ક સહિત છ શહેરોમાં ઓમિક્રોનના બીએ.2.12.1 અને બીએ.2.12 સબ વેરિએન્ટ મળ્યાની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ જો બાઇડેન કહ્યું કે દેશમાં કોરોનાની સારવાર ટે એન્ટીવાયરલ દવાનો પૂરતો સ્ટોક છે.

ભારતમાં એક્ટિવ કેસ 12 હજાર નજીક

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં  2593 કેસ નોંધાયા છે અને 44 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 15 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15,873 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,22,193પર પહોંચ્યો છે. દેશમાં 4,25,19,479 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 187,67,20,318 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 19,05,374 ડોઝ આપવામાં આવ્યા હતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Embed widget