શોધખોળ કરો

કોરોના વાયરસ: દુનિયાભરમાં 83,000થી વધારે લોકો પ્રભાવિત, 2800 લોકોના મોત

આ વાયરસના કારણે 41 લોકોના મોત હુબેઈમાં થયા છે જે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2800 લોકોના મોત થયા છે.

બીજિંગ: ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ ખતરનાક વાયરસથી દુનિયાભરમાં 83,000 કરતા વધારે લોકો પ્રભાવિત થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ બીમારીને કોવિડ-19 નામ આપ્યું છે. બુધવારે ચીનમાં કોરોના વાયરસના 327 નવા કેસ સામે આવ્યા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે આ વાયરસના કારણે 41 લોકોના મોત હુબેઈમાં થયા છે જે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2800 લોકોના મોત થયા છે. કોરોના વાયરસનો મૃત્યુઆંક દિવસે-દિવસે વધી રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે જ્યારે અન્ય દેશોમાં આ મામલાઓ વધી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ચેતવણી જાહેર કરી છે. કોરોના વાઈરસ હવે વિશ્વના 50થી વધારે દેશમાં ફેલાઈ ગયો છે. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 83,045 કેસ સામે આવ્યા છે. તેમાંથી 78,824 કેસ ચીનમાંથી છે. એકલા ચીનમાં 2,788 મોત થયા છે. બાકીના વિશ્વમાં 4,400 કેસ સામે આવ્યા છે અને 70 લોકોએ જીવ ગુમાવ્યો છે. સાઉદી અરબે વિશ્વના 7 દેશના પર્યટકોના ઈ-વિઝા પર પ્રતિબંધ મુક્યો છે. આ દેશમાં ચીન-ઈટાલી, દક્ષિણ કોરિયા, જાપાન, મલેશિયા, સિંગાપોર, કઝાખસ્તાન છે. એટલું જ નહીં સાઉદી સરકારે મક્કા અને મદીના આવનારા વિશ્વભરના જાયરીનો પર પણ હંગામી ધોરણે પ્રતિબંધ મુક્યો છે. બીજિંગમાં શુક્રવારે પ્રત્યેક દેશની સરકારે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તાજા આંકડા રજૂ કરવામાં આવ્યા છે જે આ પ્રકારે છે. ચીન : 78,824 કેસ, 2788 મોત હોંગકોંગ : 92 કેસ, બે મોત મકાઉ : 10 કેસ દક્ષિણ કોરિયા : 2022 કેસ, 13 મોત જાપાન : ડાયમંડ પ્રિંસેઝ ક્રૂઝ જહાજના 705 સહિત 918 કેસ, 8 મોત ઈટલી : 650 કેસ, 15 મોત ઈરાન : 254 કેસ, 26 મોત સિંગાપોર : 96 કેસ અમેરિકા : 60 કેસ કુવૈત : 43 કેસ થાઈલેન્ડ : 40 કેસ બહરીન : 33 કેસ તાઈવાન : 32 કેસ, એક મોત ઓસ્ટ્રેલિયા : 23 કેસ મલિશિયા : 23 કેસ જર્મની : 21 કેસ ફ્રાંસ : 38 કેસ, બે મોત સ્પેન : 17 કેસ વિયેતનામ : 16 કેસ બ્રિટન : 15 કેસ સયુક્ત અરબ અમીરાન : 19 કેસ કેનેડા : 14 કેસ ઈરાક : 6 કેસ રશિયા : 5 કેસ સ્વિટ્ઝરલેન્ડ : 5 કેસ ઓમાન : 6 કેસ ફિલીપીન : 3 કેસ, એક મોત ભારત : 3 કેસ ક્રોએશિયા : 3 કેસ યૂનાન : 3 કેસ ઈઝરાઈલ : 3 કેસ લેબનાન : 3 કેસ પાકિસ્તાન: 2 કેસ ફિનલેન્ડ : 2 કેસ ઓસ્ટ્રિયા : 2 કેસ સ્વીડન : 7 કેસ મિસ્ત્ર : 1 કેસ અલ્જીરિયા : 1 કેસ અફઘાનિસ્તા : 1 કેસ નોર્થ મૈકેડોનિયા: 1 કેસ જોર્જિયા : 1 કેસ એસ્યોનિયા : 1 કેસ બેલ્જિયમ : 1 કેસ નેઘરલેન્ડ : 1 કેસ રોમાનિયા : 1 કેસ નેપાળ : 1 કેસ શ્રીલંકા : 1 કેસ કંબોડિયા : 1 કેસ નોર્વે : 1 કેસ ડેનમાર્ક : 1 કેસ બ્રાજિલ : 1 કેસ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
Embed widget