શોધખોળ કરો
Advertisement
Coroanvirus: અમેરિકામાં 10 દિવસમાં 10 હજારનાં મોત, 2 મહિના બાદ એક દિવસમાં થયા 1400થી વધારે મોત
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સૌથી વધારે મોત અમેરિકામાં થયા છે. આ પહેલા છેલ્લા થોડા દિવસોથી ભારત અન બ્રાઝીલમાં એક દિવસમાં સૌથી વધારે મોત નોંધાતા હતા.
વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરના વાયરસના સંક્રમણથી મોતનો આંકડો ફરી એક વખત વધી રહ્યો છે. એક દવિસમાં સંક્રમણના 66 હજારથી વધારે નવા મામલા સામે આવ્યા હતા અને 1429 લોકોના મોત થયા છે. એક દિવસમાં અમેરિકામાં આટલા મોત બે મહિનામાં થયા છે. આ પહેલ 27 મેના રોજ આશરે 1500 મોત થયા હતા, એટલું જ નહીં 10 દિવસમાં આશરે 10 હજાર મોત નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સૌથી વધારે મોત અમેરિકામાં થયા છે. આ પહેલા છેલ્લા થોડા દિવસોથી ભારત અન બ્રાઝીલમાં એક દિવસમાં સૌથી વધારે મોત નોંધાતા હતા. અમેરિકામાં કોરોનાની ઝપેટમાં આવીને મરનારા લોકોની સંખ્યા દોઢ લાખને પાર કરી ગઈ છે. જે વિશ્વભરમાં મૃતકોની સૌથી વધારે સંખ્યા છે.
કોરોના સંક્રમણ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા ગુરુવારે સવારે વધીને 45 લાખ 67 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં એક લાખ 53 હજાર 720 લોકોના મોત થયા છે. દેશમાં 22.39 લાખ લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના જે કુલ સંક્રમિતોના 49 ટકા છે. 21 લાખ 74 હજાર હજુ પણ વાયરસથી સંક્રમિત છે.
અમેરિકાના સૌથી મોટા રાજ્ય પૈકીના એક કેલિફોર્નિયામાં સૌથી વધારે 4,87,000 થી વધુ કેસ સામે આવ્યા છે અને 8,909 લોકોના મોત થયા છે. જે બાદ ન્યૂયોર્કમાં 4,42,154 કોરોના દર્દીમાંથી 33,573 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ટેક્સાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા પણ ઘણા પ્રભાવિત છે.
અમેરિકાના 12 રાજ્યોમાં એક લાખથી વધારે મામલા આવ્યા છે. મોટાભાગના રાજ્યોમાં મૃતકોનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion