શોધખોળ કરો
Advertisement
COVID-19થી પ્રભાવિત અમેરિકા ભારત સહિત 64 દેશને આપશે 13 અબજ રૂપિયાની આર્થિક મદદ
અમેરિકાએ ભારત સહિત કુલ 64 દેશોને 13 અબજ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. જેમાં ભારતના 20 કરોડ રૂપિયાની મદદ સામેલ છે.
નવી દિલ્હીઃ અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શુક્રવારે અમેરિકામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા વધીને એક લાખની પાર પહોંચી ચૂકી છે. જોકે, વૈશ્વિક મહામારી સામે લડી રહેલા અમેરિકાએ શુક્રવારે અન્ય દેશોને મદદની જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત સહિત કુલ 64 દેશોને 13 અબજ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. જેમાં ભારતના 20 કરોડ રૂપિયાની મદદ સામેલ છે.
આ અગાઉ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ ઇતિહાસની સૌથી મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. કોરોના સામે લડવા માટે 2 ટ્રિલિયન ડોલરની રકમના આર્થિક પેકેજને સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ તેને મંજૂરી આપી દીધી હતી. અમેરિકા આ રકમનો ઉપયોગ પોતાના દેશના નાગરિકો અને સ્વાસ્થ્ય વ્યવસ્થા અને તંત્રને મજબૂત કરવા અને કોરોના સામેની લડાઇમાં કરશે.
કોરોના વાયરસે યુરોપિયન દેશોને પણ વધુ નુકસાન પહોંચાડ્યું છે. જેમાં ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ મોત થયા છે. અમેરિકામાં પણ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા વધી રહી છે અને અહી મરનારાઓની સંખ્યા વધીને 1500થી વધારે થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement