શોધખોળ કરો
Advertisement
Coronavirus: દુનિયાભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક કરોડને પાર, 5 લાખનાં મોત
અમેરીકા કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં સૌથી ઉપર છે. અહીં અત્યાર સુધી 26 લાખ લોકો સંક્રમણના શિકાર થઈ ચૂક્યા છે, જ્યારે એક લાખ 28 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
Coronavirus: દુનિયાભરમાં કોરોના વાયરસના મામલા ઝડપથી વધી રહ્યાં છે અને સ્થિતિ દિવસે દિવસે વધુ ખરાબ બની રહી છે. કોરોના મહામારીએ દુનિયાના 213 દેશોમાં એક કરોડથી વધુ લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. વર્લ્ડોમીટર અનુસાર, અત્યાર સુધી દુનિયામાં કોરોનાના એક કરોડ 74 હજાર લોક સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ પર પહોંચી ગઈ છે. જો કે, 54 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે.
દુનિયામાં ક્યાં કેટલા કેસ , કેટલા મોત
અમેરીકા કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં સૌથી ઉપર છે. અહીં અત્યાર સુધી 26 લાખ લોકો સંક્રમણના શિકાર થઈ ચૂક્યા છે, જ્યારે એક લાખ 28 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રાઝીલમાં પણ આ સિલસિલો યથાવત છે, અહીં અમેરિકાથી વધુ કેસ અને મોત નોંધાઈ રહ્યાં છે. બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમા કુલ 35 હજાર નવા કેસ સામે આવ્યા છે અને 994 લોકોનાં મોત થયા છે. બ્રાઝીલ બાદ રશિયા અને ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી ઝડપથી વધી રહી છે.
અમેરિકા: કેસ- 2,596,403 , મૃત્યુઆંક - 128,152
બ્રાઝીલ: કેસ- 1,315,941, મૃત્યુઆંક - 57,103
રશિયા : કેસ - 627,646, મૃત્યુઆંક - 8,969
ભારત: કેસ- 529,577, મૃત્યુઆંક - 16,103
યૂકે: કેસ -310,250, મૃત્યુઆંક- 43,514
સ્પેન: કેસ -295,549, મૃત્યુઆંક- 28,341
પેરું: કેસ- 275,989, મૃત્યુઆંક- 9,135
ચિલી: કેસ -267,766, મૃત્યુઆંક- 5,347
ઈટાલી: કેસ- 240,136, મૃત્યુઆંક- 34,716
ઈરાન: કેસ 220,180, મૃત્યુઆંક- 10,364
11 દેશમાં બે લાખથી વધુ કેસ
બ્રાઝીલ, રશિયા, સ્પેન, યૂકે, ઈટાલી,ભારત, પેરુ, ચિલી, ઈટાલી, ઈરાન અને મૈક્સિકોમાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાન, તુર્કી અને જર્મનીમાં પણ એક લાખ 90 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ભારત દુનિયામાં સૌથી વધુ કેસ મામલે ચોથા નંબરે છે, જ્યાર મૃત્યુઆંક મામલે આઠમાં નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion