Covid-19: શું માણસને પશુમાંથી લાગી શકે છે કોરોનાનો ચેપ ? જાણો શું છે હકીકત
કોરોના વાયરસને લેઈને અત્યાર સુધી થયેલ અભ્યાસથી જાણવા મળે છે કે વાયરસ મુખ્ય રીતે રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ અને નજીકના સંપર્કમાં આવનાર લોકોની વચ્ચે ફેલાય છે.
ચેન્નઈના એક પ્રાણીસંગ્રહલાયમાં કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ એક 9 વર્ષીય સિંહણનું મોત થયું છે. દેશમાં કોરોનાને કારણે કોઈપણ પશુના મોતનો આ પ્રથમ કેસ છે. આ ઘટના બાદ અધિકારીઓ ચિંતિત છે અને હવે જાનવરોમાં પણ કોરના આવી રહ્યો છે. તે અંતર્ગત હાથીઓના એક ગ્રુપ પર ટ્રાયલ કરવામાં આવ્યું જેથી એ જાણવા મળી શકે કે તેમનામાં કોઈ સંક્રમણ છે કે નહીં.
અનેક જાનવરોના કોરોના ટેસ્ટ આવ્યા પોઝિટિવ
કોરોના વાયરસને લેઈને અત્યાર સુધી થયેલ અભ્યાસથી જાણવા મળે છે કે વાયરસ મુખ્ય રીતે રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ અને નજીકના સંપર્કમાં આવનાર લોકોની વચ્ચે ફેલાય છે, પરંતુ મનુષ્યો અને જાનવરોની વચ્ચે ટ્રાન્મિશનનું પણ ઉદાહરણ છે. અનેક જાનવરો જે સંક્રમિત મનુષ્યના સંપર્કમાં આવ્યા છે જેમ કે કુરતા, પાળતુ બિલાડી, સિંહ અને વાઘના ટેસ્ટ કરવા પર પોઝિટિવ મળી આવ્યા છે.
જાનવરોથી મામસમાં કોરોનાના ફેલાવવાનું જોખમ ઓછું
હાલમાં ચામાચીડિયાથી માણસમાં કોરોના વાયરસના ટ્રાન્સમિશનની થિયરો પર રિસર્ચ થઈ રહ્યું છે. જ્યારે સીડીસીનું કહેવું છે કે, “હાલમાં એ વાતના કોઈ પુરાવા નથી મળઅયા કે જાનવર મામસમાં કોરોના વાયરસ ફેલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જાનવરોથી માણસમાં કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ઓછું હોવાનું કહેવાય છે.”
જોકે હાલમાં જ નેધરલેન્ડ, ડેનમાર્ક અને પોલેન્ડમાં મિંક અને ઓટર્સમાંથી માણસમાં કોરોના ફેલાવાવના કેસ સામે આવ્ય છે. અમેરિકામાં પણ કેસ નોંધાયા હતા, પરંતુ સીડીસીનું કહેવું છે કે, “સંક્રમિત માણસમાંથી મિંકમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું અને બાદમાં વાયરસ મિંકની વચ્ચે ફેલાવવા લાગ્યો.”
સંક્રમિત માણસમાંથી જાનવરોને કોરોના લાગવાના કેસ સામે આવ્યા
સીડીસી અનુસાર, સાથી જાનવર જેમ કે બિલાડી, કુતરા, પ્રાણી સંગ્રહલાય કે પાર્કમાં મોટી બિલાડી, ગોરિલ્લા, ખેતરમાં મિંક કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. પરંતુ અમે હજુ સુધી તમામ જાનવરો સંક્રમિત થઈ શકે એ જાણી નથી શક્યા. વિશ્વભરમાં જાનવરો આ વાયરસથી સંક્રમિત થયાના અહેવાલ સામે આવ્યા છે. તેમાં મોટેભાગના જાનવર કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયા છે.
જો તમારી પાસે પાળતુ જાનવર છે તો શું કરશો
જો તમારી પાસે પાળતુ જાનવર છે તો તેની સાથે એવો જ વ્યવહાર કરો જેમ તમે તમારા પરિવારના સભ્યો સાથે કરો છે જેથી સંભવિત કોરોના સંક્રમણથી બચી શકાય. કારણ કે સંક્રમિત વ્યક્તિથી જાનવરમાં કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ છે. પાળતુ જાનવરના માલિકોએ પોતાના જાનવરને બહારની વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચાવવું જોઈ. તેને ઘરમાં જ રાખવા જોઈએ. ભીડભાડવાળી જગ્યાએ તેમને લઈ જવા ન જોઈ. જાનવરને માસ્ક ન લગાવવા જોઈએ. માસ્ક તેને નુકસાન પહોંચાડી શકે છે.