(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના ખતરનાક થવાની WHOની ચેતાવણી છતાં આ સમૃદ્ધ દેશમાં તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, નિયમો છુમંતર, જાણો
માસ્ક જ નહીં આ દેશમાં સરકારે એમ પણ કહી દીધું છે કે વેક્સિન નહીં લો તો પણ ચાલશે.
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરે એન્ટ્રી કરી લીધી છે. મોટાભાગના દેશોમાં ફરીથી પ્રતિબંધો લાદવામાં આવી રહ્યાં છે અને કોરોના નવી ગાઇડલાઇ પ્રમાણે નિયમો અમલી બન્યા છે ત્યારે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુરોપના દેશોમાં કોરોના સામે અવળી ગંગા વહી રહી છે. અહીં સરકારે તમામ પ્રકારના કોરોનાના કારણે લાદવામા આવેલા પ્રતિબંધો હટાવી લીધા છે, સરકારે છુટછાટ આપી દીધી છે.
યુરોપના દેશોમાં છુટછાટ
સ્પેનમાં કોરોના કાળમાં હવે એક નવો ટ્રેડ જોવા મળી રહ્યો છે. સ્પેને તો લોકોને કહી દીધુ છે કે કોરોના એક ફ્લૂ છે, માસ્કનો નિયમ ગયો, કોરોના વાયરસની સાથે જીવવા માટે લોકોને અપીલ કરી છે. માસ્ક જ નહીં આ દેશમાં સરકારે એમ પણ કહી દીધું છે કે વેક્સિન નહીં લો તો પણ ચાલશે. સરકાર માની રહી છે કે ઓમિક્રૉનના કારણે કોરોના વાયરસ મહામારી હવે અંત તરફ આગળ વધશે અને કોરોના એન્ડેમિક બની ગયો છે.
તમામ પ્રતિબંધો હટાવાયા-
દુનિયાભરમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની સાથે સાથે અનેલ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. ડબલ્યૂએચઓએ કોરોનાને લઇને ચેતવણી આપી રહ્યું છે અને લોકોને કોરોના વાયરસથી બચવાના નિયમો પાળવા માટે અપીલ કરવામાં આવી રહી છે. એક્સપર્ટ માની રહ્યા છે કે આ નવા વેરિયન્ટના કારણે લોકોને દાખલ થવાની જરૂર પડી રહી નથી અને સાથે જ મોતનો આંકડો પણ સાવ ઘટી ગયો છે. પ્રધાનમંત્રી પ્રેડોએ દેશમાંથી તમામ પ્રતિબંધોને હટાવી દીધા છે અને લોકોને સામન્ય જીવન જીવવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો...........
Oneplusએ લૉન્ચ કર્યો 50MP કેમેરા વાળો ફોન લૉન્ચ, ખરીદવા પર મળી રહ્યું છે હજારોની છૂટ, જાણો......
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન આપી શકશે પરીક્ષા
DRS વિવાદ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ?
Flipkart, Amazon Republic Day sales: સ્માર્ટફોન્સ, લેપટોપ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ટેસ્ટ સીરિઝ હાર બાદ Virat Kohliએ કહ્યું- બેટિંગે વધાર્યું છે ટેન્શન, કોઇ બહાનું ચાલશે નહી