શોધખોળ કરો
Advertisement
અમેરિકાઃ 67 વર્ષમાં પહેલીવાર કોઇ મહિલાને આપવામાં આવશે મોતની સજા, આ છે આખો મામલો
માંટોગોમેરીએ સૌથી પહેલા 8 મહિનાની ગર્ભવતી સ્ટીનેટની દોરડાથી ગળુ દબાવીને હત્યા કરી હતી, ત્યારબાદ સ્ટીનેટનુ પેટ ફાડીને બાળક લઇને ફરાર થઇ ગઇ હતી, પકડાઇ ગઇ ત્યારે મોંટગોમેરીએ મિસૌરીની કોર્ટમાં ગુનો કબુલ કરી લીધો હતો
વૉશિંગટનઃ અમેરિકામાં લગભગ 67 વર્ષ બાદ કોઇ મહિલાને કોર્ટે મોતની સજા સંભળાવી છે. આ મહિલાને 8 ડિસેમ્બરે જીવલેણ ઇન્જેક્શન આપીને મૃત્યુદંડ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં 1953માં છેલ્લીવાર કોઇ મહિલાને મોતની સજા આપવામાં આવી હતી.
2004નો કેસ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2004માં લિસા માંટગોમેરીએ આ દર્દનાક હત્યાકાંડને અંજામ આપ્યો હતો. લિસા પાલતુ કુતરો ખરીદવાના બહાને 23 વર્ષીય બૉબી સ્ટીનેટના મિસૌરી સ્થિત ઘરે પહોંચી હતી. માંટોગોમેરીએ સૌથી પહેલા 8 મહિનાની ગર્ભવતી સ્ટીનેટની દોરડાથી ગળુ દબાવીને હત્યા કરી હતી, ત્યારબાદ સ્ટીનેટનુ પેટ ફાડીને બાળક લઇને ફરાર થઇ ગઇ હતી.
પકડાઇ ગઇ ત્યારે મોંટગોમેરીએ મિસૌરીની કોર્ટમાં ગુનો કબુલ કરી લીધો હતો, અને પછી 2008માં જજે આને અપહરણ તથા હત્યાની દોષી ઠેરવી હતી, જોકે, કેસની સુનાવણી દરમિયાન દોષીના વકીલોએ કોર્ટમાં તેને બિમાર હોવાનુ તર્ક આપ્યુ હતુ, પરંતુ જજે તેને ફગાવી દીધો હતો. ધરપકડ બાદ મોંટગોમરીએ મિસૌરીની કોર્ટમાં પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો, 2008માં જજે તેને અપહરણની દોષી ઠેરવી, મોટોગોમેરીએ આ પછી સંઘીય કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ દરેક જગ્યાએ તેની સજાને યથાવત રાખવામાં આવી હતી. માંટોગોમરીએ હવે 52 વર્ષની છે, અને જ્યારે તેને આ અપરાધ કર્યો હતો ત્યારે તેની ઉંમર 36 વર્ષની હતી.
ઉલ્લેખનીય છે કે 20 વર્ષની રોક બાદ 3 મહિના પહેલા જ અમેરિકામા મોતની સજા ફરીથી શરૂ થઇ છે. મોતની સજા શરૂ થયા બાદ લિસા માંટગોમેરી 9મી સંઘીય કેદી છે જેને આ સજા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement