શોધખોળ કરો
Advertisement
12માં માળેથી પડી બાળકી, ચમત્કારી રીતે થયો બચાવ, ડિલીવરી બોયે આ રીતે બચાવી જિંદગી, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર એક દિલધડક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક ડિલીવરી 12માં માળેથી પડી રહેલી 2 વર્ષની બાળકીની જિંદગી બચાવે છે. ઘટના કયા શહેરની છે. શું છે મામલો જાણીએ
આપને ફિલ્મોમાં સુપરમેન અને બૈટમનેને લોકોની જિંદગી બચાવતા જોયા હશે. જો કે હાલ રિયલ લાઇફમાં સુપરમેન કહી શકાય તેવું કામ એક ડિલીવરી બોયે કર્યું છે. ઘટના વિયતનામના હનોઇની છે. અહીં એક ડિલીવરી બોયે 12માં માળે પડતી બાળકીને ઝીલીને તેની જિંદગી બચાવી લીધી.
31 વર્ષિય ન્ગુયેન નાગોસ રવિવારની સાંજે પાંચ વાગ્યે તેમની કારમાં કસ્ટમરને સમાન આપવા આવ્યો હતો. આ સમયે તેમણે બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો. ઉપર જોયુ તો 12 વર્ષની બાળકી 12માં માળે લટકી રહી હતી અને પડવાની જ હતી. તેમણે જણાવ્યું કે, તે જલ્દીથી કારની બહાર નીકળો અને બાજુની બિલ્ડિંગમાં ચઢી ગયો. જેથી બાળકીને ઝીલી શકાય.
ન્યૂગેસ નાગોસે સમજદારીથી બચાવી જિંદગી
જોત જોતામાં બાળકી 12માં માળની બાલ્કનીમાંથી સ્લીપ થઇ ગઇ. બાળકી પડતા જ ડિલિવરી બોયે તેમને કેચ કરીને તેમની જિંદગી બચાવી લીધી. ડિલિવરીએ કહ્યું કે, મને ન હતું કે હું બાળકીને નહીં બચાવી શકું પરંતુ સદભાગ્યે તે મારા હાથ પર જ પડી. તે જ્યારે મારા હાથમાં પડી તો તેમના મોંમાંથી લોહી નીકળી રહ્યું હતું. આ જોઇને હું ખૂબ જ ડરી ગયો હતો.
બાળકીને હોસ્પિટલ એડમિટ કરાઇ
ઘટના બાદ બાળકીને તાબડતોબ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. ડોક્ટરના કહ્યાં મુજબ બાળકી બહુ જલ્દી સ્વસ્થ થઇને ઘરે જશે. ડિલિવરી બોયના પરાક્રમથી બધા જ ખુશ છે. લોકો તેને સુપરમેન કહી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion