Coronavirus: કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે રસીની અસરકારતાને લઇને સંશોધનમાં શું થયો મોટો ખુલાસો?
કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ કોવિડ વિરોધી રસીકરણથી ઉત્પન્ન થયેલી એન્ટીબોડીઝથી બચવામાં સક્ષમ નથી. આ વાત પત્રિકા ‘ઇમ્યૂનિટી’માં પ્રકાશિત એક અધ્યયન રિપોર્ટમાં કહેવામાં આવી છે.
વોશિંગ્ટનઃ કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ કોવિડ વિરોધી રસીકરણથી ઉત્પન્ન થયેલી એન્ટીબોડીઝથી બચવામાં સક્ષમ નથી. આ વાત પત્રિકા ‘ઇમ્યૂનિટી’માં પ્રકાશિત એક અધ્યયન રિપોર્ટમાં કહેવામાં આવી છે. તેનાથી એ વ્યાખ્યા કરવામાં મદદ મળી શકે છે કે રસીકરણ કરાવી ચૂકેલા મોટાભાગના લોકો ઘાતક ડેલ્ટા વેરિયન્ટના સંક્રમણથી બચવામાં કેમ સફળ થઇ રહ્યા છે. આ અભ્યાસ અમેરિકા સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધનકર્તાઓએ કર્યો છે. જેમાં ફાઇઝરની કોરોના વેક્સિન લઇ ચૂકેલા લોકોના શરીરમાં બનેલી એન્ટીબોડીઝનું આંકલન કરવામાં આવ્યું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ કોરોના વિરોધી રસીકરણથી ઉત્પન્ન એન્ટીબોડીઝથી બચવામાં સક્ષમ નથી. ડેલ્ટા વેરિએન્ટ રસીની એન્ટીબોડીથી બચી નથી શકતો.
વોશિંગ્ટન યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર અને સંશોધનના કો-સીનિયર ઓથર જૈકો બૂને કહ્યું કે, ડેલ્ટાના અન્ય વેરિયન્ટને પાછળ છોડી દીધા છે. જેનો અર્થ એ નથી કે આ અન્ય પ્રકારોની તુલનામાં આપણા એન્ટીબોડી પર હુમલો કરશે. તેમણે કહ્યું કે, એ વાતનો કોઇ પુરાવો મળતો નથી કે ડેલ્ટા વેરિયન્ટ, વેક્સીનને હરાવી શકે છે.
અમેરિકન સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારે તમામ અમેરિકનોને કોવિડ 19 વિરોધી બૂસ્ટર ડોઝ લેવાની ભલામણ કરી હતી જેથી સંક્રમણથી તેમની સુરક્ષા વધારી શકાય. અધિકારીએ આ ભલામણ એવા સમયે કરી છે જ્યારે દેશમાં ડેલ્ટા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે સાથે એવા સંકેત મળી રહ્યા છે કે રસીની પ્રભાવશીલતા ઓછી થઈ રહી છે. Centers for Disease Control and Preventionના ડિરેક્ટર અને અન્ય મુખ્ય અધિકારી દ્વારા રજૂ કરાયેલી યોજના, લોકોને ફાયઝર અથવા મોર્ડનાની રસીના બીજા ડોઝ લીધાના 8 મહિના બાદ વધારે ડોઝ લેવાની ભલામણ કરી છે.સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે જે લોકોએ જોનસન એન્ડ જોનસનનો એક ડોઝ લીધો હોય તેઓએ પણ કદાચ વધારાનો બુસ્ટર ડોઝ લેવાની જરૂરિયાત ઉભી થઇ શકે છે.