Dilip Kumar Death: દિલીપ કુમારના નિધન પર પાકિસ્તાનના PM ઈમરાન ખાને કર્યુ ટ્વીટ, કહ્યું- કેન્સર હોસ્પિટલ માટેની મદદ ક્યારેય નહીં ભૂલું
ઈમરાન ખાને કહ્યું હું તેમની દરિયાદિલી ક્યારેય નહીં ભૂલું. તેણે જણાવ્યું હું મારી માતાના નામ પર કેન્સર હોસ્પિટલ બનાવવા માંગતો હતો. મેં દિલીપ કુમારને અપીલ કરી તો તેઓ મદદ માટે તૈયાર થઈ ગયા હતા.
બોલિવૂડના જાણીતા અને દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા. આજે સવારે 7-30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારના નિધનની સાથે જ હિન્દી સિનેમાના એક યુગનો અંત આવી ગયો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બોલિવૂડ સ્ટાર્સ, અનેક રાજ્યોના મુખ્યમંત્રી સહિતના લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ઈમરાન ખાને શું કહ્યું
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પેશાવરમાં જન્મેલા દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઈમરાન ખાને કહ્યું હું તેમની દરિયાદિલી ક્યારેય નહીં ભૂલું. તેણે જણાવ્યું હું મારી માતાના નામ પર કેન્સર હોસ્પિટલ બનાવવા માંગતો હતો. આ દરમિયાન હું પૈસાની તંગી અનુભવતો હતો. મેં દિલીપ કુમારને અપીલ કરી તો તેઓ મદદ માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે પાકિસ્તાન અને લંડનમાં કાર્યક્રમ કરીને મદદ કરી હતી. આ ઉપરાંત મારી પેઢી માટે દિલીપ કુમાર સૌથી મહાન અને પ્રતિભાશાળી અભિનેતા હતા.
Pakistan PM Imran Khan condoles the demise of veteran actor Dilip Kumar.
— ANI (@ANI) July 7, 2021
The actor was born in Peshawar, now in Pakistan, in 1922 pic.twitter.com/QL88okt70X
દિલીપ કુમારનું શું છે સાચું નામ
દિલીપ કુમારનું સાચું નામ યુસુફ ખાન છે. 1966માં દિલીપ કુમારે એક્ટ્રેસ સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. તેને 191માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1994માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2015માં દિલીપ કુમારને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. વર્ષ 200માં દિલીપ કુમાર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1949માં આવેલી ફિલ્મ અંદાજથી દિલીપ કુમારને વધુ પ્રસિદ્ધી મળી. 1951માં દિદાર, 1955માં દેવદાસ જેવી ફિલ્મોમાં ભૂમિકાથી તેમને ટ્રેજેડી કિંગની ઓળખ મળી.
અનેક હિટ ફિલ્મો આપી
‘ટ્રેજેડી કિંગ’ તરીકે ઓળકાતા દિલીપ કુમારે 1944માં જ્વારા ભાટા ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ને પોતાના પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે ‘મુગલ-એ-આઝમ’, ‘દેવદાકસ’, ‘નયા દૌર’, ‘રામ ઔર શ્યામ’ જેવી હિટ ફિલ્મો આપી. તેઓ છેલ્લે 1998માં આવેલ ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા.
દિલીપકુમારનું અફેર મધુબાલા સાથે પણ હતું. બંનેની જોડી પડદા પર ખૂબ જામતી હતી પરંતુ પર્સનલ લાઇફમાં પણ બંનેનું બોન્ડિંગ કોઈથી છૂપાતું નહોતું. મધુબાલાની બહેર મધુર બ્રિજ ભૂષણે બંનેના સંબંધમાં એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. તેણે બંને કેવી રીતે એકબીજાની નજીક આવ્યા અને છૂટા પડ્યા તે અંગે જણાવ્યું હતું. મધુરના કહેવા મુજબ બંનેની પ્રથમ મુલાકાત ફિલ્મ તરાનાના સેટ પર થઈ હતી. 9 વર્ષ સુધી અફેર ચાલ્યું હતું. બંનેએ એંગ્જેમેંટ પણ કરી હતી, દિલીપ કુમાર મધુબાલાને મળવા આવતા હતા અને તેમને બાળકો ખૂબ ગમતા હતા. બંને વચ્ચે બધુ જ બરાબર ચાલતું હતું પરંતુ કુદરતને કંઈ અલગ મંજૂર હતું.
તેમણે આગળ જણાવ્યું કે, નયા દૌરના શૂટિંગ વખતે કોર્ટ કેસના કારણે કપલ વચ્ચે બોન્ડિંગ બગડવા લાગ્યું હતું. જબીન જલીલ ફિલ્મના શૂટિંગ દરમિયાન એવી ઘટના બની હતી કે પિતાએ મધુબાલાને શૂટિંગ પર જવા રોક લગાવી લીધી હતી. કોઈએ સેટ પર એક મહિલા સાથે ગેરવર્તન કર્યુ હતું. જે બાદ પિતાએ શૂટિંગનું લોકેશન બદલવામાં આવશે તો જ મધુબાલા શૂટિંગ માટે આવશે તેમ કહ્યું હતું. આ વાત તેમને પસંદ નહોતી પડી અને પિતાને તાનાશાહ કહ્યા હતા. જેનાથી મધુબાલ નિરાશ થઈ હતી. તેણે દિલીપકુમારને એક વખત ઘરે આવીને પિતાની માફી માંગવા કહ્યું હતું. પરંતુ દિલીપ સાહેબ ન આવ્યા. બંને પોતાની વાત પર અડગ રહ્યા અને સંબંધનો અંત આવી ગયો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
