Earthquake: મોડી રાત્રે ભૂકંપથી ધરા ધ્રજી, લોકો બહાર દોડ્યાં, જાણો કેટલી હતી તીવ્રતા
Turkey Earthquake: રવિવારે સાંજે તુર્કીના પશ્ચિમી પ્રાંત બાલિકેસિરમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્રબિંદુ સિંદિરગી પ્રદેશ હતું. ઇસ્તંબુલ સહિત અનેક પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Turkey Earthquake: રવિવારે સાંજે તુર્કીના પશ્ચિમી પ્રાંત બાલિકેસિરમાં 6.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. દેશની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (AFAD) અનુસાર, સ્થાનિક સમય મુજબ સાંજે 7:53 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને તેની ઊંડાઈ 11 કિલોમીટર માપવામાં આવી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) એ તેની તીવ્રતા 6.19 અને ઊંડાઈ 10 કિલોમીટર નોંધી છે.
ભૂકંપનું કેન્દ્ર સિંદિરગી ક્ષેત્રમાં હતું અને ઇસ્તંબુલ સહિત અનેક પ્રાંતોમાં આંચકા અનુભવાયા હતા. મંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપી હતી કે AFAD ટીમોએ તાત્કાલિક ઇસ્તંબુલ અને આસપાસના પ્રાંતોમાં નિરીક્ષણ કાર્ય શરૂ કર્યું છે અને અત્યાર સુધી કોઈ ગંભીર નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.
મંત્રી અલી યેરલિકાયાએ માહિતી આપી
મંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "સિંદિરગી, બાલિકેસિરમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તે ઇસ્તંબુલ અને આસપાસના પ્રાંતોમાં પણ અનુભવાયો હતો. AFAD અને તમામ સંબંધિત સંસ્થાઓ સ્થળ પર સર્વે કરી રહી છે. અત્યાર સુધી કોઈ નકારાત્મક પરિસ્થિતિના સમચાર નથી.. હું અસરગ્રસ્ત નાગરિકોના ઝડપી સ્વસ્થ થવાની ઇચ્છા કરું છું. ભગવાન આપણા દેશને આફતોથી બચાવે."
AFAD ના જણાવ્યા મુજબ, ભૂકંપ પછી અનેક આફ્ટરશોક આવ્યા, જેમાંથી એકની તીવ્રતા 4.6 હતી. અધિકારીઓએ નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશ ન કરવાની સલાહ આપી છે.
Balıkesir Sındırgı'da 6️⃣.1️⃣ büyüklüğünde bir deprem meydana gelmiştir. İstanbul ve çevre illerden de hissedilen depremle ilgili olarak, AFAD ve ilgili kurumlarımızın tüm ekipleri derhal saha taramalarına başlamıştır. An itibarıyla herhangi olumsuz bir durum bulunmamaktadır. An be…
— Ali Yerlikaya (@AliYerlikaya) August 10, 2025
સિંદિરગીમાં ઇમારત ધરાશાયી
સ્થાનિક મીડિયા અહેવાલો અને એસોસિએટેડ પ્રેસ અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ સિંદિરગી શહેરમાં એક ઇમારત ધરાશાયી થઈ છે. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ભૂકંપના આંચકા લગભગ 200 કિલોમીટર દૂર ઇસ્તંબુલ સુધી અનુભવાયા હતા. તુર્કી ભૂસ્તરશાસ્ત્રીય રીતે સક્રિય વિસ્તારમાં સ્થિત છે અને અહીં વારંવાર ભૂકંપ આવે છે.





















