Japan News: જાપાનમાં વડાપ્રધાનની સભામાં વિસ્ફોટ, માંડ માંડ બચ્યા ફુમિયો કિશિદા
Japan News: જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન ફુમિયો કિશિદા (Fumio Kishida)ની સભામાં જોરદાર બ્લાસ્ટ થયો છે. જોકે, કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
Japan News: જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન ફુમિયો કિશિદા (Fumio Kishida)ની સભામાં જોરદાર બ્લાસ્ટ થયો છે. જોકે, કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જાપાની મીડિયાના અહેવાલ મુજબ કિશિદા સામે પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ કેસમાં, એક વ્યક્તિની પશ્ચિમ જાપાનના વાકાયામાના બંદર પર અટકાયતમાં લેવામાં આવી છે.
BREAKING: Japanese Prime Minister Kishida evacuated after loud bang; suspect in custody pic.twitter.com/iQDZeCOePh
— BNO News Live (@BNODesk) April 15, 2023
ન્યૂઝ આઉટલેટ BNONE News દ્વારા આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે વાકાયામામાં એકઠા થયેલા મીડિયા પર્સન અને અન્ય લોકો મોટા વિસ્ફોટ થયા બાદ દોડતા જોવા મળે છે. 19-સેકન્ડના ફૂટેજમાં મીડિયાકર્મીઓ અને અન્ય લોકો જેમાં કિશિદા હોવાના અહેવાલ છે ત્યાંથી ભાગતા દેખાઈ રહ્યા છે. આ સ્થળે બ્લાસ્ટ બાદ સર્વત્ર ધુમાડો છવાઈ ગયો હતો.
#BREAKING Japan’s PM has been evacuated after a blast at a speech in Wakayama: Japanese media is reporting. @6NewsAU
— Roman Mackinnon (@RomanMackinnon6) April 15, 2023
ભાષણ શરૂ કરતા પહેલા જ બ્લાસ્ટ થયો હતો
મીડિયા અનુસાર ઘટનાસ્થળે વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટના સ્થળે તરત જ પીએમ ફ્યુમિયો કિશિદાને કવર કરી લેવામાં આવ્યા હતા. સ્થળ પર એકઠા થયેલા લોકો પણ અહીં-તહીં દોડવા લાગ્યા હતા. તો બીજી તરફ, ધ જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે વડા પ્રધાન તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ વાકાયામા શહેરમાં વિસ્ફોટ થયો હતો.
#UPDATE Local Japanese media is reporting that PM Kishida is safe after a loud bang with the suspect in custody. #Japan #6NewsAU pic.twitter.com/HmH5qg0zDl
— Roman Mackinnon (@RomanMackinnon6) April 15, 2023
પોલીસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો
આ ઘટનાની તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, સ્થાનિક પોલીસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. નેશનલ બ્રોડકાસ્ટર NHK એ ઘટનાસ્થળ પર ભીડ વચ્ચે પોલીસ દ્વારા એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાના ફૂટેજ પણ દર્શાવ્યા હતા. આ પહેલા જુલાઈ 2022માં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી જાપાને સુરક્ષા વધારી દીધી છે..