મૉરેશિયસમાં પીએમ મોદીની સામે નથી ગાવામાં આવ્યું 'મહંગાઈ ડાયન', વીડિયો એડિડેટ છે
મૉરિશિયસમાં લોકોએ 'મહંગાઇ ડાયન ખાએ જાત હૈં' ગીત ગાઈને પીએમ મોદી પર કટાક્ષ કર્યો

CLAIM
મૉરેશિયસમાં લોકોએ 'મહંગાઇ ડાયન ખાએ જાત હૈં' ગીત ગાઈને પીએમ મોદી પર કટાક્ષ કર્યો
FACT CHECK
BOOM ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે વાયરલ વીડીયો એડિટ કરવામાં આવ્યો છે. મૂળ વીડીયોમાં, લોકો ઢોલ અને ઝાંઝના તાલ સાથે ભોજપુરી લોકગીત 'ગીત-ગવઈ' ગાઈ રહ્યા હતા, જેના શબ્દો હતા, 'સ્વાગત છે, અમે મોદીજીનું સ્વાગત કરીએ છીએ.'
મૉરેશિયસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, કેટલાક લોકો ઢોલના તાલ સાથે ફિલ્મ પીપલી લાઈવનું 'મહંગાઇ ડાયન ખાએ જાત હૈં' ગીત ગાતા સાંભળવા મળે છે.
BOOM ને તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મૂળ વીડીયોમાં, લોકો ઢોલ અને ઝાંઝના તાલ સાથે ભોજપુરી લોકગીત ગીત-ગવઈ ગાઈ રહ્યા હતા. તેના શબ્દો હતા, 'સ્વાગત હૈં, મોદી જી કો હમ સ્વાગત કરતે હૈં, ધન્ય હૈં, ધન્ય હૈં, દેશ હમારા હો... મોદી જી પધારે હૈં. જન્મોં કા નાતા હૈ, જય મૉરેશિયસ બોલો, જય ભારત.'
એક યૂઝરે ફેસબુક પર આ વીડિયો શેર કર્યો અને લખ્યું, 'મોદીની મૉરેશિયસ મુલાકાત દરમિયાન પણ મહંગાઇ ડાયનનો ડંકો વાગ્યો.' હવે મને કહો, શું કોઈ આ રીતે કોઈનું અપમાન કરે છે?’

આ વીડિયો સૌપ્રથમ X પર NetaFlixIndia નામના પેરોડી એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.
मॉरीशस में भी महंगाई डायन की धूम😂 pic.twitter.com/eoqXzlwHSf
— NETAFLIX (@NetaFlixIndia) March 11, 2025
ફેક્ટ ચેક
અમે જોયું કે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરનારા NetaFlixIndia એકાઉન્ટે એક યૂઝરને જવાબ આપ્યો કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે.

ત્યારબાદ બૂમ દ્વારા પીએમ મોદીની મૉરેશિયસ મુલાકાત સંબંધિત ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સર્ચ કરીને વીડિઓની તપાસ કરવામાં આવી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧ અને ૧૨ માર્ચ ૨૦૨૫ના રોજ મૉરેશિયસની બે દિવસની રાજકીય મુલાકાત લીધી હતી. મૉરેશિયસમાં ભારતીય મૂળના લોકોએ પરંપરાગત ભોજપુરી લોકગીત 'ગીત-ગવઈ' ગાઈને પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ ગીત ખાસ કરીને લગ્ન અને શુભ પ્રસંગોમાં ગવાય છે, જેમાં ઢોલક, મંજીરા, હાર્મોનિયમ, ખંજરી અને કરતાલ જેવા સંગીતનાં સાધનોનો ઉપયોગ થાય છે.
પીએમ મોદીએ ૧૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ તેમના એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં, લોકો ઢોલ અને ઝાંઝ સાથે ગીત ગાતા હતા, 'સ્વાગત હૈં, મોદી જી કો હમ સ્વાગત કરતે હૈં, ધન્ય હૈં, ધન્ય હૈં, દેશ હમારા હો... મોદી જી પધારે હૈં. જન્મોં કા નાતા હૈ, જય મૉરેશિયસ બોલો, જય ભારત.'
પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું, 'મૉરેશિયસમાં યાદગાર સ્વાગત.' અહીંનો ઊંડો સાંસ્કૃતિક જોડાણ ખાસ કરીને ગીત અને ગાયન પ્રદર્શનમાં પ્રતિબિંબિત થાય છે. ભોજપુરી જેવી સમૃદ્ધ ભાષા હજુ પણ મૉરેશિયસની સંસ્કૃતિમાં જીવંત છે તે પ્રશંસનીય છે.
Memorable welcome in Mauritius. One of the highlights was the deep rooted cultural connect, seen in the Geet-Gawai performance. It’s commendable how the great Bhojpuri language thrives in the culture of Mauritius. pic.twitter.com/ou7YJMYoN8
— Narendra Modi (@narendramodi) March 11, 2025
ન્યૂઝ એજન્સી ANI અને ઘણી અન્ય ન્યૂઝ ચેનલોએ પણ આ વીડિયો શેર કર્યો છે.
પીએમ મોદીને મૉરેશિયસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો
એનડીટીવીના અહેવાલ મુજબ, ભારત અને મૉરેશિયસે વેપાર, દરિયાઈ સુરક્ષા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આઠ કરારો પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી મોદીને મૉરેશિયસના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન' થી પણ નવાજવામાં આવ્યા હતા.
(Disclaimer: આ સમાચારનું ફેક્ટ ચેક Boomએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)





















