(Source: ECI/ABP News/ABP Majha)
Trending News : 'નકલી સૂરજ' બાદ હવે ચીને તૈયાર કર્યો 'નકલી ચાંદ', જાણો ચીન કેમ કરી રહ્યું છે આવુ........
ચીનનુ કહેવુ છે કે આ નકલી ચાંદથી વીજળી ખર્ચમા ખુબ મોટો ઘટાડો આવશે. આ ચાંદ ઝીરો ગ્રેવિટી (Zero Gravity Moon) વાળો છે.
China Experiment : ચીન (China) સાયન્સ અને ટેકનોલૉજી (Science and Technology)ના સેક્ટરમાં સતત કારનામા કરી રહ્યું છે. ‘નકલી સૂરજ’ (Artificial Sun) બાદ હવે ચીને ‘નકલી ચાંદ’ (Artificial Moon) પણ બનાવી લીધો છે.
ચીનનુ કહેવુ છે કે આ નકલી ચાંદથી વીજળી ખર્ચમા ખુબ મોટો ઘટાડો આવશે. આ ચાંદ ઝીરો ગ્રેવિટી (Zero Gravity Moon) વાળો છે. રિપોર્ટ અનુસાર, ચીનના વૈજ્ઞાનિકો (Scientist)એ આ નકલી ચાંદ પર ચુંબકીય શક્તિની પરખ કરી. આને બનાવવા પાછળ કેટલાય ઉદેશ્ય છે. આનો પહેલો હેતુ ભવિષ્યમાં ચુંબકીય શક્તિથી ચાલનારુ યાન તૈયાર કરવાનુ અને ટ્રાન્સપોર્ટેશનના નવા સાધનો શોધવાનો છે. આ ઉપરાંત ચીન ચાંદ પર વસ્તી પણ વસાવવા માંગે છે. જાણો ચીન આવુ કેમ કરી રહ્યું છે........
આ વર્ષના અંત સુધી મોટો એક્સપેરિમેન્ટ-
રિપોર્ટ અનુસાર, ચાઇના યૂનિવર્સિટી ઓફ માઇનિંગ એન્ડ ટેકનોલૉજી (China University of Mining and Technology) ના જિયોટેકનિકલ એન્જિનીયર લી રૂઈલિને કહ્યું કે, વર્ષ 2022ના અંત સુધી આ નકલી ચાંદમાં ખુબ શક્તિશાળી ચુંબકીય શક્તિ વાળુ વેક્યૂમ ચેમ્બર બનાવી લેશે. જેનો વ્યાસ 2 ફૂટ હશે. આ પછી આ ચેમ્બરને પથ્થરો અને ધૂળથી ભરીને ચાંદની જેમ જમીન બનાવવામાં આવશે. જમીન વાળા એક્સપેરિમેન્ટ (Experiment) સફળ થયા બાદ આ પ્રયોગને ચાંદ (Moon) પર મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2029 સુધી ચીન ચાંદના દક્ષિણ ધ્રૂવ પર એક માણસ રિસર્ચ સેન્ટર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે.
China builds 'artificial moon' for gravity experiment https://t.co/op6s1l2jHf pic.twitter.com/WDIAEVXXoH
— SPACE.com (@SPACEdotcom) January 16, 2022
દુર થઇ જશે વીજળીની સમસ્યા-
આ નકલી ચાંદ (Artificial Moon)ની એક બીજી ખાસિયત એ છે કે આ મોટી આપદામાં પણ બ્લેકઆઉટ (Blackout) નહી થાય. ભૂકંપ (Earthquake) અને પુર (Flood)માં પણ આ નકલી ચાંદ રોશની આપતો રહેશે. આ ચાંદ સ્ટ્રીટ લાઇટ પર આવનારા ખર્ચથી પણ સસ્તો હશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં આ નકલી ચાંદથી થનારી રોશનીથી વીજળી પર આવનારા ખર્ચમાં દર વર્ષે 1.2 અબજ યુઆન એટલે કે 17.3 કરોડ ડૉલરની બચત ચીન કરી શકે છે.
આ પણ વાંચો.........
વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે
ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે
IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.
ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા
Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો