Turkey : ઇસ્તંબુલ નાઈટ ક્લબમાં લાગી ભયાનક આગ, 29 લોકોના મોત
અધિકારીઓ અને મીડિયા અહેવાલો અનુસાર ઇસ્તંબુલ નાઇટક્લબમાં ભયાનક આગ લાગી છે. આ આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે.
ઇસ્તંબુલ: અધિકારીઓ અને મીડિયા અહેવાલો અનુસાર ઇસ્તંબુલ નાઇટક્લબમાં ભયાનક આગ લાગી છે. આ આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. રાજ્ય સંચાલિત અનાદોલુ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.
BREAKING: At least 27 killed in a fire at a nightclub undergoing repairs in Istanbul, Turkey, state media reports
— Insider Paper (@TheInsiderPaper) April 2, 2024
https://t.co/jqoL35EKlu
નાઈટક્લબમાં રિનોવેશન કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ બિલ્ડિંગ શહેરના યુરોપીય ભાગમાં આવેલા બેસિક્તાસ જિલ્લામાં 16 માળની રહેણાંક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. ઈસ્તાંબુલના મેયર એકરેમ ઈમામોગ્લુએ કહ્યું કે આગ બુઝાવી દેવામાં આવી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. શહેરના ગવર્નરની કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ ક્લબના મેનેજર અને રિનોવેશનનો હવાલો સંભાળતા એક વ્યક્તિ સહિત પાંચ લોકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી.