શોધખોળ કરો
અફગાનિસ્તાનની શિયા દરગાહમાં ગોળીબાર, 14ના મોત, 26 ઘાયલ

કાબુલ: અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારે એક શિયા દરગાહમાં આયોજીત ધાર્મિક પ્રાર્થના સભામાં ત્રણ આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીઓ ચલાવી હતી. જેમાં 14 લોકોનો મોત અને 26 લોકો ઘાયલ થવાની આશંકા છે. પોલીસ અધિકારીનું નામ જાહેર નહીં કરવાની શરતે તેમને જણાવ્યું કે, ‘કરતે સાખી’ દરગાહમાં સેંકડોની સંખ્યામાં શિયા મુસ્લિમો ભેગા થયા હતા. ત્યારે અચાનક ત્રણ બંદૂકધારી આતંકવાદી ડ્રેસના પહેરવેશમાં ઘૂસ્યા હતા, અને ત્યાં તેમને અંધાધૂધ ગોળીઓ ચલાવી 14 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ઘટનામાં ઘાયલ થયેલા 26 લોકોને શહેરની વિભિન્ન હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. કાબુલના પોલીસ પ્રમુખે અબ્દુલ રહમાન રહીમીએ જણાવ્યું કે આ ઘટના રાત્રે આઠ વાગ્યા પહેલાની છે. એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુમલાવર સૈનિકોની વર્ધીમાં હતા અને તેમને સુન્ની મુસલમાનોને નિશાન બનાવ્યા હતા.
વધુ વાંચો





















