શોધખોળ કરો
Advertisement
અમેરિકાના ટેક્સાસમાં ફાયરિંગ, પાંચ લોકોના મોત, 21 ઘાયલ
પોલીસના મતે શનિવારે બે બંદૂરધારીઓએ પહેલા એક ટ્રકને હાઇજેક કરી હતી અને બાદમાં ફાયરિંગ શરૂ કરી દીધી હતી.
ટેક્સાસઃ અમેરિકાના ટેક્સામાં બે બંદૂકધારીઓએ આડેધડ ફાયરિંગ કરતા પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. સ્થાનિક પોલીસના મતે શનિવારે બે બંદૂરધારીઓએ પહેલા એક ટ્રકને હાઇજેક કરી હતી અને બાદમાં ફાયરિંગ શરૂ કરી દીધી હતી.
સ્થાનિક પોલીસના મતે ફાયરિંગની આ ઘટના મિડલેન્ડ પાસે ઓડેસા વિસ્તારમાં બની હતી. ફાયરિંગમાં સામેલ એક બંદૂરધારીને સિનર્જી થિયેટર પાસે ઠાર મારવામાં આવ્યો હતો. તેની ઉંમર 30 વર્ષની હોવાનું માનવામાં આવે છે.
નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં પણ અમેરિકાના ટેક્સાસ અને ઓહિયોમાં બે અલગ અલગ ફાયરિંગની ઘટનાઓમાં 29 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement