GK: શું પરમાણુ બૉમ્બને પણ હવામાં નષ્ટ કરી શકે છે ઇઝરાયેલનું આયરન ડૉમ ? જાણો કેટલી છે તાકાત
Iron Dome GK: ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ મારો કરવાના સમાચાર બાદ વૈશ્વિક તણાવ વધી ગયો છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં આ સ્થિતિ વધુ ગંભીર બની છે
Iron Dome GK: ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ મારો કરવાના સમાચાર બાદ વૈશ્વિક તણાવ વધી ગયો છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં આ સ્થિતિ વધુ ગંભીર બની છે. મંગળવારે મોડીરાત્રે ઈરાને ઈઝરાયેલ પર એક પછી એક ધડાધડ 200 મિસાઈલો છોડી હતી, જેમાં ઈઝરાયેલે કેટલીયને તો હવામાં તોડી નાખી હતી પરંતુ અમૂક ઈઝરાયેલની સરહદ સુધી પહોંચી ગઈ હતી. ઈઝરાયેલનું રક્ષણાત્મક કવચ કહેવાતા આયર્ન ડૉમે ઈરાનની મિસાઈલોને હવામાં નષ્ટ કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. આયર્ન ડૉમ એ ઇઝરાયેલનો સાથી છે જે હવામાંથી મોટી મિસાઇલોને નીચે પાડી દે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે દુશ્મન તરફથી આવતા દરેક હુમલાની પૂર્વાનુમાન કરે છે. પછી ટાર્ગેટ સેટ કરીને તે રૉકેટને હવામાં છોડે છે.
હવે તમારા મનમાં આ સવાલ ઉદ્ભવ્યો હશે કે શું આયર્ન ડૉમ ખરેખર કોઈ મિસાઈલ કે ન્યૂક્લિયર બૉમ્બને નષ્ટ કરી શકે છે ? જો કે, આ બધું જાણતા પહેલા, આપણા માટે તેની કાર્ય પદ્ધતિ વિશે જાણવું જરૂરી છે જેથી કરીને આપણે સમજી શકીએ કે આયર્ન ડૉમ કેટલું શક્તિશાળી છે અને તે કેવા પ્રકારની મિસાઇલને નીચે પાડી શકે છે અથવા તે ઇઝરાયેલને કેવી રીતે સુરક્ષિત કરે છે?
કઇ રીતે કામ કરે છે આયરન ડૉમ ?
આયર્ન ડૉમ વિશ્વની સૌથી લોકપ્રિય એર ડિફેન્સ સિસ્ટમ બની ગઈ છે. સમગ્ર ઇઝરાયેલમાં આયર્ન ડૉમ બેટરીઓ લગાવવામાં આવી છે. દરેક બેટરીમાં ત્રણ કે ચાર લૉન્ચર હોય છે, દરેકમાં 20 ઇન્ટરસેપ્ટર મિસાઇલો હોય છે.
આયર્ન ડૉમ રડાર વડે આવનારા રૉકેટને શોધી અને ટ્રેક કરે છે અને વસ્તીવાળા વિસ્તારોમાં કયા રૉકેટ પડવાની શક્યતા છે તેની ગણતરી કરે છે. આ પછી તે આ રૉકેટ પર મિસાઈલ છોડે છે, જ્યારે બાકીના રૉકેટ ખુલ્લા મેદાનમાં પડવા માટે છોડી દેવામાં આવે છે.
ઇઝરાયેલ ડિફેન્સ ફૉર્સિસ (IDF) એ અગાઉ દાવો કર્યો હતો કે આયર્ન ડૉમ તેના લક્ષ્ય પર છોડવામાં આવેલા 90% રૉકેટનો નાશ કરે છે. તેની "તામીર" મિસાઇલોની કિંમત પ્રતિ મિસાઇલ આશરે $50,000 હોવાનું માનવામાં આવે છે.
ક્યારે આવી હતી સિસ્ટમ ?
ઈઝરાયેલે આ સિસ્ટમ વિકસાવી હતી. એવું માનવામાં આવે છે કે તે ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના 2006 ના યુદ્ધ પછી તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી તે ઇઝરાયેલ પરના કોઈપણ હુમલાને પહેલાથી જ દૂર કરી શકે અને એવું જ થયું, આ લેબનાન-આધારિત સશસ્ત્ર જૂથે લગભગ ઇઝરાયેલ પર 4,000 જેટલા રૉકેટનો મારો ચલાવ્યો હતો, જેનાથી ઇઝરાયેલને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ, આ પછી 2006 થી આયરન ડૉમ ઇઝરાયેલનું સુરક્ષા કવચ રહ્યું છે.
શું પરમાણું બૉમ્બને પણ હવામાં નષ્ટ કરી શકે છે આયરન ડૉમ ?
ના, આયરન ડૉમ એ રૉકેટ વિરોધી આર્ટિલરી, મૉર્ટાર, ડ્રૉન અને ક્રૂઝ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે. તે લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલો સાથે ટક્કર આપવા માટે બનાવવામાં આવ્યું નથી. ઇઝરાયેલ પાસે ICBM રેન્જના લક્ષ્યો સામે લાંબા અંતરની મિસાઇલ સંરક્ષણ માટે એરો 3 અને THAAD છે.
આ પણ વાંચો