જર્મનીનો મોટો નિર્ણય, સારા ઇમ્યૂન રિસ્પોન્સ માટે બે અલગ-અલગ રસીના ડોઝ લેવાની આપી મંજૂરી
જર્મનીમાં રસીકરણ પર સ્થાયી સમિતિ STIKOએ કહ્યું કે, હાલના રિસર્ચના પરિણામ જણાવે છે કે, મિક્સ ડોજના રસીકરણ બાદ ઉત્પન્ન થયેલ ઇમ્યૂન રિસ્પોન્સ સ્પષ્ટ રીતે શ્રેષ્ઠ છે.
યૂરોપીયન દેશ જર્મનીએ કોરોના વિરૂદ્ધ મિક્સ કોવિડ-19 રસી લેવાની મંજૂરી આપનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગોય છે. સરકારે સલાહ આપી છે કે જે લોકોએ એસ્ટ્રાજેનેકાની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે હવે તે ફાઈઝર-બાયોએનટેક અથવા મોડર્નાની રસીનો બીજો ડોઝ લઈ શકે ચે. નોંધનીય છે કે, વિશ્વના અનેક દેશોમાં એક જ પ્રકારની રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
જર્મનીએ લોકોને આપી બે મિક્સ રસી લેવાની મંજૂરી
બ્રિટેન, અમેરિકા અને ફ્રાન્સમાં સરકાર લોકોની ઇચ્છા અનુસાર થોડા સમય બાદ બીજી રસી લેવાની મંજૂરી આપી ચૂકી છે. પરંતુ જર્મની પોતાના નાગરિકોને સત્તાવાર રીતે મિક્સ રસી લેવાની મંજૂરી આપનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. મીડિયા અહેવાલ અનુસાર સરકારના આ નિર્ણય સ્થાયી સમિતિની ભલામણના એક દિવસ બાદ આવ્યો છે. સમિતિએ ભલામણ કરી હતી કે એસ્ટ્રાજેનેકાનો પ્રથમ ડોઝના ચાર સપ્તાહ બાદ બીજો ડોઝ લેવો જોઈએ.
એસ્ટ્રાજેનેકાની રસી બાદ એમઆરએનનો ડોઝ
જર્મનીમાં રસીકરણ પર સ્થાયી સમિતિ STIKOએ કહ્યું કે, હાલના રિસર્ચના પરિણામ જણાવે છે કે, મિક્સ ડોજના રસીકરણ બાદ ઉત્પન્ન થયેલ ઇમ્યૂન રિસ્પોન્સ સ્પષ્ટ રીતે શ્રેષ્ઠ છે. યૂરોપીયન મેડિસીન એજન્સી તરફતી હાલમાં જ સ્વીકૃત ફાઈજર-બાયોએનટેક અને મોડર્નાની એમઆરએન રસી છે. જર્મના ચાન્સલર એનેજેલા મર્કલે બે અલગ અલગ કંપનીઓ ડોઝ લઈને મિક્સ વેક્સીનેશનની દિશામાં પગલું ભર્યું હતું. સીએનએનના અહેવાલ અનુસાર, જૂનમાં તેમણે એસ્ટ્રાજેનેકાની રસીનો પ્રથમ ડોઝ લીદા બાદ પોતાનો બીજો ડોઝ મોડર્નાની રસીનો લીધો હતો. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેનાની બનાવેલ કોરોના રસીને કોવિશીલ્ડ નામથી ઓળખવામાં આવે છે અને તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બનાવી રહી છે.
USના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફેસબુક, ટ્વિટર વિરુદ્ધ સેન્સરશીપ વિરોધી કેસ દાખલ કરશે