શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
NASAએ શોધી કાઢ્યુ ચંદ્રમાં પર ક્યાં પડ્યુ છે વિક્રમ લેન્ડર, ટ્વીટ કરીને તસવીર શેર કરી
ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ ચંદ્રમાંની ધરતી પર નક્કી લેન્ડિંગ સાઇટથી 750 મીટર દુર પડ્યો છે
ન્યૂયોર્કઃ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચંદ્રમાના દક્ષિણ ધ્રૂવ પર લાપતા થયેલા ભારતના વિક્રમ લેન્ડરને નાસાએ શોધી કાઢ્યુ છે. નાસાએ આની કેટલીક તસવીરો ટ્વીટ કરીને શેર કરી છે. અમેરિકન સ્પેસ એજન્સીએ ટ્વીટ કરેલી તસવીરમાં વિક્રમ લેન્ડરના કાટમાળને બતાવ્યો છે.
નાસા પ્રમાણે, ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ ચંદ્રમાંની ધરતી પર નક્કી લેન્ડિંગ સાઇટથી 750 મીટર દુર પડ્યો છે. ચંદ્રયાન-2 મિશનની છેલ્લી ઘડીએ વિક્રમ લેન્ડર સાથે ઇસરોનો સંપર્ક તુટી ગયો હતો.
નાસાએ ટ્વીટ કરીને માહિતી આપી.....
નાસાએ ટ્વીટ કર્યુ કે, ‘ચંદ્રયાન-2નુ વિક્રમ લેન્ડર અમારા 'નાસા મૂન' મિશન દ્વારા શોધી કાઢવામાં આવ્યુ છે.’
The #Chandrayaan2 Vikram lander has been found by our @NASAMoon mission, the Lunar Reconnaissance Orbiter. See the first mosaic of the impact site https://t.co/GA3JspCNuh pic.twitter.com/jaW5a63sAf
— NASA (@NASA) December 2, 2019
ઉલ્લેખનીય છે કે, ઇસરોનુ વિક્રમ લેન્ડર ગઇ 7 સપ્ટેમ્બરે રાત્રે દોઢ વાગે ચંદ્રમાની ધરતી પર લેન્ડ થવાનુ હતુ, પણ સિગ્નલ તુટી જવાની ખામીના કારણે માત્ર 2 કિલોમીટરના અંતરેથી સંપર્ક વિહોણુ થઇ ગયુ હતુ. ઇસરોનો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તુટતા જ મિશન નિષ્ફળ રહ્યું હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion